- ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ, ટેકનોલોજી સર્વિસીસ, નવીનીકરણ, સ્ટાર્ટઅપ કે સેમિક્ધડક્ટર દરેકમાં ભારત સૌથી આગળ
- 2014 માં 1 લાખ કરોડનું મોબાઈલ ફોનનું ઉત્પાદન 2025-26માં 26 લાખ કરોડે પહોંચે તેવી આશા
- વર્ષ 2021માં 34.40 લાખ કરોડ રૂપિયાની નિકાસ જેમાં 50,000 કરોડના મોબાઈલ ફોનની નિકાસ થઈ!!!
ન્યુ ઇન્ડીયા ફોર યંગ ઇન્ડીયા પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્ર સરકરના ઇલેક્ટ્રોનિક અને આઇટી તેમજ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત ગાઇ તેમજ પુરસ્કાર આપી તેમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું.આ સાથે રામભાઈ મોકરિયા, કેતનભાઇ મારવાડી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
તેઓને અભ્યાસની સાથે આગળ વ્યવસાયમાં વધવા તેમનો ઉત્સાહ વધાર્યો હતો. રાજુ ચંદ્રશેખર એ જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ ભારત દેશ એ વિશ્વમાં વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ મોટી એવી નામના મેળવી છે. કોરોનાના કપરા કાળ બાદ ઘણા બધા દેશો જેવા કે યુકે, યુએસ તેમજ ચાઇનાનું અર્થતંત્ર ડગમગી ગયું છે ત્યારે નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયા નું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. જેમાં 5લ ની સેવા પણ એટલી જ ઉપયોગી નીવડશે આ સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ એક ફોજી પરિવારથી છે અને હંમેશાથી તેમણે દેશના યુવાધનને આધુનિક યુગમાં કંઈક અલગ રીતે પ્રગતિ કરી આગળ વધી શકે તે માટે ના પ્રયત્નો કર્યા છે.
રાજીવ ચંદ્રશેખરે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તથા આ સંવાદમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ આપી તેમને વધુને વધુ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેઓને કહ્યું હતું કે તેઓ આપણા દેશની ભાવિ પેઢી છે કે જે દેશના અર્થતંત્ર તેમજ કોર્પોરેટને આગળ વધારવા માટે એક મહત્વનું અંગ છે. તથા મારવાડીમાં ઉપસ્થિત થયેલા સ્ટાર્ટઅપ્સ સાથે પણ તેઓએ સંવાદ કરી તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
કોરોનાકાળ બાદ દુનિયાભરના દેશોમાં ભારતનું પ્રભુત્ત્વ વધ્યું
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા છેલ્લા આઠ વર્ષથી મેક ઇન ઇન્ડિયા નું સ્વપ્ન સાકાર કરવા માટે ન્યુ ઇન્ડિયા યંગ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આપણા દેશની નવી પેઢી ને એવા વ્યવસાય ક્ષેત્રે આજના યુગમાં ઘણી બધી નવી તકો છે જેના યુવાનો માટે જાગૃતતા લાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. આજે યુવાધન ફક્ત અભ્યાસ જ નહીં પરંતુ આપણા દેશમાં વ્યવસાય માટે ઘણી બધી નવી તકો ઊભી થઈ છે તેમના માટે પણ સ્કિલ ડેવલોપ કરે જેથી એકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં રહીને પણ દુનિયાના કોઈપણ ખૂણામાં પોતાનો વ્યવસાય વિકસિત કરી શકે.
તેમને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયા સ્વપ્નને સાકાર કરવા માટે યુવાધન એ સૌથી મહત્વનું પાસુ છે. આ સાથે તેમણે અરવિંદ કેજરીવાલને નવા રાહુલ ગાંધી ગણાવ્યા, રાહુલ ગાંધી એક ખોટો સિક્કો છે જેની બીજી બાજુ છે અરવિંદ કેજરીવાલ. તમે જણાવ્યું હતું કેજરીવાલ એ કોંગ્રેસ જેવી જૂની નીતિઓ અપનાવીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષમાં પહેલો એવો ઇતિહાસ કે 2021 માં 430 બિલિયન ડોલરની નિકાસ દુનિયાભરમાં કરી છે. આજે લોકો મેક ઈન ઈન્ડિયા ફોન વાપરતા થયા છે.