- જ્યારે ક્ષત્રિય સમાજનો મામલો સામે આવ્યો અને પરેશ ધાનાણીએ ક્ષત્રિય સમાજની બહેનો છેલ્લું પગલું ન ભરે તે માટે રાજકોટ ચૂંટણી લડવાની હા પાડી : શક્તિસિંહ ગોહિલ
Rajkot News : ચૂંટણીને હવે વાર નથી અને 19 એપ્રિલે ઉમેદવારી નોંધવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી સી આર પાટિલ તેમજ રાજકોટથી પરેશ ધાનાણી એ ઉમેદવારી નોંધાવી હતી. તમામ ઊનેદ્વારો રાજનૈતિક પક્ષોના લોકપ્રિય નેતાઓ છે ત્યારે રાજકોટમાં પરસોત્તમ રૂપલના વિવાદ વચ્ચે કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટની બેઠક પર ઉતાર્યા છે. તો સાથે સાથે ક્ષત્રિય સમાજ પણ પરેશ ધાનાણીને ટેકો આપવા સહભાગી બન્યો છે. આ ઉપરાંત INDIA ગઠબંધન બાદ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદન ગઢવી સહિતના કાર્યકર્તાઓ પણ 19 એપ્રિલે રાજકોટ આવ્યા હતા.
પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રથમ શક્તિસિંહ ગોહિલે સંમેલનને સબોધ્યું હતું, તેને ક્ષત્રિય સમાજ સાથે સહાનુભૂતિ દર્શાવતા સંબોધનની શરૂઆત કરી…
જ્યારે ક્ષત્રિય સમાજનો મામલો સામે આવ્યો અને પરેશ ધાનાણીએ ક્ષત્રિય સમાજની બહેનો છેલ્લું પગલું ન ભરે તે માટે રાજકોટ ચૂંટણી લડવાની હા પાડી : શક્તિસિંહ ગોહિલ
રૂપાલાએ જ્યારે આ વિધાન બોલવામાં આવ્યું ત્યારે તેમને સમાજ પાસે માફી માંગવાની હતી તેના બદલે ભાજપના નેતાઓ પાસે માફી માંગી હતી જે યોગ્ય ન કહેવાય . તેવા સમયે આ ચૂંટણી કોંગ્રેસ ભાજપ વચ્ચેની નથી આ ચૂંટણી અહંકાર અને સ્વાભિમાન વચ્ચેની લડાઇ છે. રૂપાલાએ જ્યારે આ વિધાન બોલવામાં આવ્યું ત્યારે તેમને સમાજ પાસે માફી માંગવાની હતી તેના બદલે ભાજપના નેતાઓ પાસે માફી માંગી હતી જે યોગ્ય ન કહેવાય : શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલ બાદ લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા
ભારતીય જનતા પાર્ટીએ રાજકોટના રણ મેદાનમાં મહાભારતને નોતરું આપ્યું છે : પરેશ ધાનાણી
હું ખાલી સાંસદ બનવા નથી આવ્યો, હું ભાજપની વિકાસની પરિભાષાને બદલવા આવ્યો છું : પરેશ ધાનાણી
આ વ્યક્તિ થી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી , આ સ્વાભિમાનની લડાઈ છે.હું સદભાવના કેળવવા આવ્યો છું ,અને ભાજપની પરિભાષાને બદલવા આવ્યો છું : પરેશ ધાનાણી હું તમામને પ્રેમના તાંતણે જોડવા આવ્યો છું. અને આંબેડકરજીના સંવિધાનને બચાવવા આવ્યો છું. : પરેશ ધાનાણી
આ લડાઈ સત્તા મેળવવા માટેની નથી. પંચાયતથી પાર્લામેન્ટ ભાજપની છે છતાં લોકો નારાજ છે. પરંતુ હવે મુંજવવાની હવે જરૂર નથી , ખરા રામ રાજ્યની સ્થાપના કરવા રાજકોટ આવ્યો છું. રાજકોટમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ હું સુધારવા આવ્યો છું.બીજી આઝાદીની નેતૃત્વ ગુજરાતે અને કોંગ્રેસે લીધું છે. અને આ આધુનિક યુગના અંગ્રેજોને ભગાડવા આવ્યો છું. નાના મધ્યમ વર્ગના વેપારીઓને કર આંતકવાદને નાબૂદ કરવા આવ્યો છું : પરેશ ધાનાણી