ર૦ કિલોની લોખંડની ગડર ચોરાઇ જવાના બનાવમાં ભાજપના કાર્યકર સહીત પાંચ સામે ગુન્હો દાખલ કરાતા ખળભળાટ

ધ્રાગધ્રા શહેરમા આવેલી સરકારી હોસ્પીટલ આજુબાજુના ત્રીસ કિમીના અંતરમા આવેલા કોઇપણ તાલુકામા સૌથી ઓટી હોસ્પીટલ છે જેથી ધ્રાગધ્રા પંથકના તમામ ગામો સહિત અન્ય આજુબાજુ તાલુકામા આવેલા ગામોના લોકો પણ અહી સારવાર માટે આવે છે પરંતુ સરકારી હોસ્પીચલનુ રેઢીયાર ખાતુ હોવાના લીધે કરોડો રુપિયાના અત્યાધુનિક મશીનો તથા સરકારી હોસ્પીટલની કેટલીક ચીજવસ્તુઓ ખુલ્લેઆમ પડેલી હોય જેથી કોઇપણ લોકો અહિ હાથ સાફ કરી જાય છે ત્યારે આવા અનેક કિસ્સાઓ છે જેમા ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલની ચીજો ગાયબ અથવા ચોરી થાય છે

ત્યારે વધુ એક વખત સરકારી હોસ્પીટલમા લોખંડ ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે આ હોસ્પીટલ રજવાડા સમયની હોવાથી હાલમાજ તેનુ સમારકામ કરેલ હતુ જે બાદ કેટલીક જગ્યાએથી નિકળેલ લોખંડનો સંગ્રહ કરી તેને ખુલ્લા કંપાઉન્ડમા મુકવાથી તેના પર અમુક શખ્સોની નજર બગતા અંદાજે ૨૦ કિલો જેટલી વજન ધરાવતી લોખંડની ગડર ચોરી થઇ હતી જે લોખંડની ગડર ચોરી કરવામા ધ્રાગધ્રાના પાંચેક શખ્સોનુ નામ બહાર આવ્યુ હતુ. જેમાના એકની ધરપકડ પણ કરી દેવાઇ છે. જ્યારે આ બાબતની સંપુણઁ વિગત મેળવીએ તો ધ્રાગધ્રા શહેરની એકમાત્ર સરકારી હોસ્પીટલના કંપાઉન્ડમા પડેલી લોખંડની ગડર કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની વાત બહાર આવતા સરકારી હોસ્પીટલના તંત્ર દ્વારા તપાસ કરાઇ હતી .

જેમા ખાનગી રાહે તપાસમા જાણવા મળ્યુ હતુ કે ધ્રાગધ્રા જોગાસર રોડ પર રહેતા અરવીન્દભાઇ શ્રીમાળી તથા ચાર અજાણ્યા શખ્સો દ્વારા ૨૦ કિલો જેટલી વજન ધરાવતી લોખંડની ગડર અંદાજે એકાદ મહિનાના અંતરમા ચોરી કરી લઇ ગયા છે જેથી હોસ્પીટલના કમઁચારી વિષ્ણુભાઇ હરીલાલ વ્યાસ દ્વારા સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધી અરવીંદભાઇ શ્રીમાળી સહિત પાંચેક શખ્સો પર ચોરીની ફરીયાદ નોંધાવી છે જ્યારે અરવીન્દભાઇ શ્રીમાળી ભારતીય જનતા પાટીઁના સક્રિય કાયઁકતાઁ તથા સમાજ સેવકની છાપ ધરાવે છે છતા પણ તેઓ પર ચોરીનો આક્ષેપ થતા સમગ્ર પંથકમા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે હાલતો અરવીન્દભાઇ શ્રીમાળી તથા અન્ય ચાર સાગરીતો પર સીટી પોલીસે ફરીયાદ નોંધી અરવીન્દભાઇને ઝડપી લઇ અન્ય ચાર અજાણ્યા શખ્સોની ઓળખ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.