અમરેલી લોકસભા મતવિસ્તારમાં તા.07 મે, 2024ને મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. અમરેલી લોકસભા મતવિસ્તારમાં અને અપક્ષ સહિત 08 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.તા.04 જૂન, 2024ના રોજ કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારના 8.00 વાગ્યાથી જિલ્લા ચૂંટણી અધિકારી, લોકસભા મતવિસ્તારના નિરીક્ષકો ઉ, જિલ્લા પોલીસ અધિક્ષક અને ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગરુમનું સીલ ખોલી મત ગણતરી કાર્ય શરુ થયું હતું. દરેક વિધાનસભા બેઠક દીઠ મદદનીશ રિટર્નિંગ ઓફીસરની હાજરીમાં અને દેખરેખમાં રાઉન્ડ વાઈઝ મતગણતરીનું કાર્ય પૂર્ણ થયું હતું.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને 94-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી 64,171, 95-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી 84,377, 96-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી 73,166, 97-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી 76,201, 98-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી 1,04,014, 99-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી 1,05,932, 101-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી 69,959, પોસ્ટલ મતદાનમાં 3,052 અને કુલ 5,80,872 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર પ્રિતેષભાઈ ચૌહાણને 94-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી 210, 95-અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી 180, 96-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી 206, 97-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી 222, 98-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી 319, 99-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી 337, 101-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી 285, પોસ્ટલ મતદાનમાં 21 અને કુલ 1,780 મત મળ્યા હતા.
અપક્ષ ઉમેદવાર ભાવેશભાઈ જયંતિભાઇ રાંકને 94-ધારી-બગસરા-ખાંભા વિધાનસભા મત વિસ્તારમાંથી 420, 95- અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાંથી 451, 96-લાઠી-બાબરા વિધાનસભા મત વિસ્તારમાંથી 384, 97-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારમાંથી 499, 98-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી 727, 99-મહુવા વિધાનસભા મત વિસ્તારમાંથી 670, 101-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાંથી 512, પોસ્ટલ મતદાનમાં 08 અને કુલ 3,671 મત મળ્યા હતા.સમગ્ર મત ગણતરી પ્રક્રિયાના અંતે 8,77,094 મત મળ્યા હતા. ગઘઝઅ ના વિકલ્પ પર 11,349 મત નોંધાયા હતા. પોસ્ટલ બેલેટથી 5,721 મતદાન થયું હતું તે પૈકી પોસ્ટલ બેલેટમાં 224 મત ગઘઝઅ ના વિકલ્પ પર નોંધાયા હતા, પોસ્ટલ બેલેટના 668 મત ગેરમાન્ય ઠર્યા છે.
પ્રજાએ વડાપ્રધાનના વિકાસ કાર્યોને વેગવાન બનાવવા મત આપ્યા: ભરત સુતરીયા
અબતક સાથે વાતચીત કરતા અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાએ જણાવ્યું કે 3,21,068થી મારો ભવ્ય વિજય થયો છે. દર વર્ષે કરતા સૌથી વધુ લીડથી વિજય મેળવ્યો છે. પ્રજાએ મને વડાપ્રધાને જે ઉમદા અને વિકાસ લક્ષી કાર્ય કર્યા છે. તેના આધારે મત આપ્યા છે. મને વિજય દેવડાવા માટે પ્રજાનો આભાર માનું છું.