અબતક, રાજકોટ
ડો. બાબા આંબેડકર ના નિર્વાણ દિવસે વંદન
6ઠી ડિસેમ્બરે આધુનિક ભારતના બીજ રોપણ કરનાર નારી મુક્તિદાતા ખેડૂત અને ખેત મજુરો દલિતો પછાતોના મસીહા એવા ડોક્ટર બાબા સાહેબને વંદન
છઠ્ઠી ડીસેમ્બર ના કાળમુખા દિવસે ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મૃત્યુ દિવસ તરીકે આખો દેશ શોક લાગણી અનુભવે છે અને ભગવાનને ફરિયાદ કરે છે કે આવા વ્યક્તિની હજુ અમારે જરૂર છે પરંતુ ભગવાન પાસે કોઈનું ક્યાં ચાલે છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મૃત્યુ દિવસ ને ઊંડી શોકની લાગણી સમગ્ર દેશ માં છે.
આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેણે ઇંગ્લેન્ડની કોલંબિયા યુનિવર્સિટી મા દુનિયાનો મહાન વિદ્યાર્થી જેની પ્રતિમા નીચે લખેલું છે એવો કોઈ જો ભારતીય હોય પોતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે ભારતમાં આઝાદી મળી પછી આ દેશ ઉપર બંધારણ બનાવવાની જવાબદારી મોટી હતી કારણ કે આ દેશનું બંધારણ બને અને બંધારણ મુજબ જ સમગ્ર દેશ ને ચાલવાનું હોય તો આવી બહુ જ અગત્યની જવાબદારી કોને આપવી તેની ચિંતામાં ગાંધીબાપુ જવાલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કોંગ્રેસના ટોચના નેતાઓને ચિંતા હતી વિદેશોમાંથી બંધારણ બનાવવા માટે ના સુચનો મેળવ્યા ઇંગ્લેન્ડના સૂચન મુજબ ભારતમાં જ સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બંધારણ બનાવી શકનાર ડોક્ટર ભીમ રાવ આંબેડકર છે અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કોંગ્રેસે આ તમામ જવાબદારી બંધારણ સમિતિ ને સોંપી.
આ બંધારણ સમિતિના ચેરમેન તરીકે ડોક્ટર ભીમ રાવ આંબેડકર ની વરણી કરવામાં આવી તેઓએ વાત દિવસ મહેનત કરી બે વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી આ દેશના બંધારણ બનાવવા જેવો સમય થયો આ દેશમાં અનેક ભાષાઓ અનેક પ્રાંતોમાં દેશ વેચાયો હતો વિવિધતામાં એકતાનું પ્રતિક રૂપે અને ભારત દેશના તમામ નાના-મોટા તમામ જ્ઞાતિઓને એક સૂત્રમાં રાખી શકાય નારીઓને સન્માન આપી શકાય તમામને સરખા મતાધિકાર મળે કોઈ ઉચ્ચ નહિ કોઈની નહિ તમામ લોકોને સરખા અધિકારો આ દેશના પછાતો કે જેવો ઓબીસી સમાજ અનુસૂચિત જાતિ સમાજ અનુસુચિત જન જાતિ સમાજ આ તમામ લોકોને સારી રીતે જીવી શકે તેના માટે જરૂરી રિઝર્વેશન વ્યવસ્થા કરવી આ તમામ બાબતોનું ધ્યાન રાખી શકે તેવા એક જ વ્યક્તિ છે અને તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેના માટે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને આ જવાબદારી સોંપી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ જ ઝીણવટ ભરી સંપૂર્ણ લોકશાહી ઢબે કોઈપણ ને અન્યાય ન થાય મહિલાઓને ખાસ રિઝર્વેશન મળે તેના માટે અલગથી કાયદા બને નારીનું સન્માન જળવાય વગેરે તમામ બાબતોને ધ્યાને લઇ દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ બનાવવાનો એસ જો કોઈને જતો હોય તો તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે.