ભારત રત્ન અને ત્રણ વખત વડાપ્રધાન રહેલાં અટલ બિહારી વાજપેયીનું નિધન. તેઓ 93 વર્ષના હતા. બે મહિનાથી તેઓ AIIMSમાં દાખલ હતા. વાજપેયીજી છેલ્લાં 9 વર્ષથી બીમાર હતા. લગભગ ઘરમાં બંધ વાજપેયીજી કોઈની સાથે વાત પણ કરતાં ન હતા. જેમનું ભાષણ સાંભળીને વિરોધી પણ ચુપ થઈ જતા હતા.

અટલજીને યૂરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેકશન પછી 11 જૂને AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની માત્ર એક જ કિડની કામ કરતી હતી. 30 વર્ષથી અટલજીના અંગત ફિઝિશિયન ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ AIIMSમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે AIIMS દ્વારા જાહેર કરાયેલાં મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે અટલજીની તબિયત છેલ્લાં 24 કલાકમાં ઘણી જ બગડી ગઈ. તેઓને લાઈફ સપોર્ટ સિસ્મટ પર રાખવામાં આવ્યા હતા. ગુરૂવારે સવારે જાહેર કરાયેલાં બુલેટિનમાં AIIMSએ કહ્યું કે અટલજીની સ્થિતિમાં કોઈ જ સુધારો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.