દેશના પૂર્વ વડાપ્રધાનદ અને રાજનીતિના અજાત શત્રુ એવા અટલ બિહારી બાજપાઈજીનું તાજેતરમાં નિદાન થયેલ ત્યારે અટલજી ઉપલેટામાં પણ ૧૯૮૩માં ચૂંટણી પ્રચાર માટે આવેલ અને બાવલા ચોકમાં સભા ગજવી હતી.
દેશના ભારત રત્ન અને મુઠી ઉચેરા માનવી એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજીનું જૈફ વયે અવસાન થયેલ ત્યારે અટલજીની વાણીનો લાભ દેશ-વિદેશના સેંકડો લોકોએ લીધેલો છે. ત્યારે અટલબિહારી બાજપાઈ ૧૯૮૩માં ભાજપના ઉમેદવાર ઈબ્રાહીમભાઈ સુપેડીવાળાના ચૂંટણી પ્રચાર માટે આવેલા ત્યારે શહેરના હાર્દ સમા બાવલા ચોકમાં તેને સભા ગજવી હતી
આ તકે તેમને ગુજરાતી મુખ્ય નેતાઓની એક મીટીંગ પોરબંદર, રોડ ઉપર આવેલ કમરીબાઈ પ્રાથમિક શાળા વાળી ગલીમાં નાની વાવડી વાળાના મકાનમા ભાજપના પ્રદેશ આગેવાનોની ગ્રુપ મીટીંગ લીધેલ તેમાં પ્રદેશ પ્રમુખ મક્રાંતભાઈ દેશાઈ, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, સિકંદર બક્ષી, આરીફબેગ, વજુભાઈ વાળા, હરિનભાઈ પાઠક, હેમાબેન અને સૂર્યકાંત આચાર્ય, નરસિંહભાઈ પઢીયાર, અરવિંદભાઈ મણીયાર સહિતના આગેવાનો હાજર રહેલા હતા.
જયારે સ્વ. વડાપ્રધાન અટલજી પોરબંદર ભાજપ લોકસભાના ઉમેદવાર ગોરધનભાઈ જાવીયાના ચૂંટણી પ્રચાર માટે પોરબંદર આવેલ ત્યારે ઉપરની તસ્વીરમાં પોરબંદરમાં ઉપલેટા ભાજપના આગેવાનો અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ગોરધનભાઈ જાવીયા, પુર્વ સાંસદ હરિભાઈ પટેલ હાલ ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રમણીકભાઈ લાડાણી સાથે કિર્તીમંદિર ખાતે જઈ ત્યાં તેની મીનીટબુકમાં નોંધ કરી હતી.