વહીવટી તંત્ર દ્વારા ડો. બાબા સાહેબની પ્રતિમાને સાદગીપૂર્ણ ભાવાંજલી: આંબેડકર જયંતિ નિમિતે ઉજવાતા તમામ કાર્યક્રમો મુલત્વી: દલિત સમાજે ઘર આંગણે કરી ઉજવણી બાબા સાહેબની છબીને પુષ્પાંજલી અને બુઘ્ધવંદના સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં આંબેડકર જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી
આજે સામાજીક સમરસતાના પુરસ્કર્તા ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની ૧ર૯મી જન્મજયંતિ છે અને છીએ દરિયો અમને અમારૂ કૌશન ખબર છે જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઇશું આ પંકિત ડો. આંબેડકરના વ્યકિતત્વને યથાર્થ ચરિત્તાર્થ કરે છે સમગ્ર જીવન દરમિયાન પ્રબળ પરિશ્રમ ઉઠાવતા બાબા સાહેબ સમગ્ર માનવ જાત માટે જીવન સંઘર્ષનું એક સર્વોત્તમ ઉદાહરણ છે.
બાબા સાહેબે પોતાનું સમગ્ર જીવન ભારતના કલ્યાણમાં સમર્પિત કર્યુ હતું. બાબા સાહેબના હુલામણા નામથી પ્રસિઘ્ધ એવા ભારતીય બંધારણના ઘડવૈયા, દલિતો- વંચિતોના મુકિતદાતા ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ ના રોજ મઘ્યપ્રદેશ મહુની લશ્કરી છાવણીમાં થયો હતો. બાબા સાહેબ માનતા હતા કે વર્ગહીન સમાજ રચના પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે.
આજે ડો.બાબા સાહેબની ૧ર૯મી જન્મ જયંતિ છે વર્ષોની પ્રથા મુજબ આ દિવસને સમગ્ર દલિત સમાજ સહિત ભારત વર્ષ ધામધૂમથી ઉજવણી કરતું હોય છે પરંતુ હાલ લોકડાઉનના પગલે આંબેડકર જન્મ જયંતિ નિમિતે ઉજવાતા તમામ કાર્યકરો બંધ રખાયા છે. લોકોએ ઘરે બેઠા જ ડો. બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરી હતી. ઘર આંગણે રંગોળી બનાવી તેમજ ઘરમાં જ બાબા સાહેબની છબીને પુષ્પો અર્પણ કરી ઉજવણી કરી હતી.
વહીવટી તંત્ર દ્વારા પણ ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્ણાંજલી અર્પણ કરી સાદગીપૂર્ણ ભાવાંજલી અર્પણ કરાઇ હતી.
દલિત સમાજે પોત પોતાના ઘેર બુઘ્ધ વંદના કરી ડો. બાબા સાહેબની જન્મ જયઁતિની ઉજવણી કરી હતી સમગ્ર દલિત સમાજે ઘેર રહી ઉજવણી કરી વહીવટી તંત્રને પૂરતો સહકાર આપી લોકડાઉનનું પાલન કર્યુ છે ત્યારે હિન્દુ સમાજને એક સહિતા એ સાંકળવાનું બાબા સાહેબનું સપનું સાકાર થતું નજરે પડે છે. એકતા અને અખંડીતતાના હિમાયતી ડો. ભીમરાવ આંબેડરને વંદન…
શા માટે ડો.આંબેડકર સાહેબ મહાન હતા ?
વિશ્ર્વના શ્રેષ્ઠ ગણાતા ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની મહાનતાના અનેક કિસ્સા લોકો સમક્ષ છે. સામાજિક, શૈક્ષણિક સહિતના ક્ષેત્રે બાબા સાહેબ આંબેડકરે દેશ માટે સર્જેલી ક્રાંતિએ સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચ્યું છે. શિક્ષણ સાથે આખા સમાજને મજબૂત બનવાનો સંદેશો આપનાર બાબા સાહેબ આંબેડકર પોતે પણ વિશ્ર્વની ટોચની યુનિવર્સિટીઓમાંથી મહત્વની ડિગ્રીઓ મેળવી ચૂકયા હતા. તેમણે ૧૮૯૧ થી ૧૯૫૬ દરમિયાન મહત્વની ગણાતી પદવીઓ મેળવી હતી. જેમાં બી.એ., એમ.એ., એમ.એસ.સી., ડી.એસ.સી., પીએચ.ડી., એલ.એલ.ડી.નો સમાવેશ થાય છે. ઉપરાંત કોલંબીયા યુનિવર્સિટીમાંથી એમ.એ., એમ.એસ.સી., પી.એચ.ડી.નો સમાવેશ થાય છે. આ ઉપરાંત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસની એમ.એસ.સી., ડી.એસ.સી., ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી ડી.લીટ, લંડનની યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી આ ઉપરાંત ન્યુયોર્કની કોલંબીયા યુનિવર્સિટીમાંથી ફેકલ્ટી ઓફ પોલીટીકલ સાયન્સની જવાબદારી પણ સંભાળી હતી. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી એમ.એસ.ઈ., લંડનના કાયદા અંગે બેરીસ્ટરની પદવી મેળવી હતી. આ ઉપરાંત ઈકોનોમિકસ ક્ષેત્રે રૂપિયા સાથે સંકળાયેલી મુશ્કેલીઓ અંગે સંશોધન કર્યું હતું.