- વિશાળ બાઈક રેલી, શોભાયાત્રા, સંમેલન તેમજ પુષ્પાજલી કાર્યક્રમ
અબતક રાજકોટ: સમગ્ર દેશમાં બાબા સાહેબ ડો.આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો.જેઓ બંધારણ ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો. ડો.આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ થી વિવિધ રાજમાર્ગ પર જય ભીમ ના નારા સાથે વિશાળ રેલીમાં સ્કૂટર બાઈક તથા ગાડી ના કાફલા સાથે રેલી નું આયોજન કરવામાં આવ્યું છે અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી સામાજિક, રાજકીય અગ્રણી તેમજ સમાજ અગ્રણીઓ દ્વારા. ડો.આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરમાં ડો.આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જ્યંતિએ ભાવાંજલી આપતાં સ્પષ્ટ પણે જણાવ્યુકે, બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુકે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડો. બાબાસાહેબના જીવનમાંથી શીખવા મળે છે.
ભારત રત્ન ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મજ્યંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બહેન બાબરિયા પણ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા કહ્યું કે, ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ 75મું વર્ષ છે. એટલે આ વર્ષની આંબેડકર જ્યંતિ ખાસ અવસર છે.
તેમણે ઉમેર્યું કે, બાબા સાહેબે સમગ્ર સમાજ માટે સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવવાનું છે તેની પણ ભૂમિકા આપી હતી.
બાબા સાહેબ હંમેશા માનતા હતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે. શિક્ષણ, સંઘર્ષ અને સંગઠન એ ત્રણેય જરૂરી છે. મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષએ વિધાનસભાના પોડિયમમાં ડો. બાબાસાહેબ આંબેકડરના તૈલચિત્ર સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ, ગુડાના પૂર્વ અધ્યક્ષ આશિષ દવે અને પદાધિકારીઓ તથા અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આંબેડકરજીને કોંગ્રેસ દ્વારા પૂષ્પાંજલિ અર્પણ
મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ ને આજે 134 ની જન્મ જયંતી નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી અને બાબાસાહેબ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા તબતક બાબાસાહેબ કા નામ રહેગા, જય ભીમ સહિતના નારા સાથે ડો. ભીમરાવ સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ ના ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસ એસ.સી સેલના ચેરમેન નરેશભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી મકવાણા, રવજીભાઈ ખીમસુરીયા, અશોકભાઈ વાળા, દીપ્તિબેન સોલંકી, સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ
આજે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની જન્મ જયંતી નિમિતે તેમણે આપેલા યોગદાન માટે તેમને યાદ કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ડો.બાબાસાહેબ આંબેડકરજી એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઈતિહાસકાર, અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓએ ભારતીય બંધારણમાં નિભાવેલ જવાબદારીને કારણે તેમને ’બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા, તેઓ ખરા અર્થમાં એક નાયક, વિદ્ધવાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવી અને ધૈર્યવાન વ્યકિતત્વના માલિક હતા. તેમની અદ્વિતીય પ્રતિભા અનુકરણીય છે. ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિતે શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઇ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ મહિલા મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી સહિત શહેર ભાજપના હોદેદારો, શહેરના કોર્પોર્રેટર ઓ, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રુમખ-મહામંત્રી, શહેર ભાજપ વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રી અને હોદ્દેદારો સહિત વિવિધ સેલના સંયોજક, સહસંયોજક, સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ એકત્રિત થઇ ડો. આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર અને પુષ્પ અર્પણ કરી દીપ પ્રગટાવી તેમને ખરા હ્રદયથી પ્રાર્થના કરી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. પુષ્પાંજલીના કાર્યક્રમ બાદ બંધારણના ઘડવૈયા તરીકે તેમને ભારત દેશને આપેલ નૈતિક અને બંધારણીય સ્વતંત્રતા આપવા બદલ બંધારણની પ્રસ્તાવનાનું સમૂહ વાંચન પણ કરવામાં આવ્યું હતું.