હવે ગુજરાત વિરોધીઓ અને કોંગ્રેસ ગુજરાત તેમજ નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાનું બંધ કરશે: ભરત પંડ્યા
વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા રજૂ યેલ નાણાંવટી-મહેતા પંચના તથ્ય પુરાવા અને સત્ય આધારીત રીપોર્ટને ભાજપ વતી હું આવકા છું. સત્ય આખરે સત્ય હોય છે, સત્ય પર ગમે તેટલા જૂઠુ, અફવા, ભ્રમના આવરણો ઢાંકવામાં આવે તો પણ સૂર્યની જેમ સત્ય હંમેશા પ્રગટ ઈને રહે છે. તેમ પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું.
ભરત પંડ્યાએ જણાવ્યુ હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી પ્રતિભા અને ઉજળી પ્રતિષ્ઠાને રોકવા અને બદનામ કરવાનું ષડયંત્ર આ રિપોર્ટી ખુલ્લુ પડી ગયું છે અને નરેન્દ્રભાઈને કલીનચીટ આપવામાં આવી છે. કેટલાક ગુજરાત વિરોધી લોકોએ અને કોંગ્રેસે નરેન્દ્રભાઈ મોદીને ટાર્ગેટ કરીને તેમને ફસાવવાના અને બદનામ કરવાના પ્રયાસો કર્યા હતાં અને ગુજરાતની છબીને બદનામ કરીને નુકશાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. કેટલીક એનજીઓ, કોંગ્રેસ અને ગુજરાત વિરોધીઓ દ્વારા નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાના ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે. ગુજરાત અને નરેન્દ્રભાઈ મોદી સામે સતત જૂઠાણાઓ, ભ્રમણાંઓ અને અફવાઓ ફેલાવીને અપપ્રચાર કરવામાં આવ્યો હતો. તે અપપ્રચારનાં પરપોટાને ફોડીને આ રીપોર્ટમાં સત્યને ઉજાગર કરવામાં આવ્યું છે. ગુજરાત વિરોધી લોકો ગુજરાતની રાજકીય, સામાજીક અને ધાર્મિક છબીને નુકશાન પહોંચાડીને કેટલાક લોકો રાજકીય રોટલો શેકવાના પ્રયત્ન કરતાં હતાં. તેઓ આજે ખુલ્લાં પડી ગયાં છે.
પંડ્યાએ આશા-અપેક્ષા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, નાણાવટી અને મહેતા પંચના સત્ય આધારીત રીપોર્ટને સ્વીકારીને હવે ગુજરાત વિરોધીઓ અને કોંગ્રેસ ગુજરાત અને નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાનું બંધ કરશે. કોંગ્રેસનો હા સૌને સા ન આપી શકે તો કાંઈ નહીં પણ પરંતુ હવે, આ રીપોર્ટ પછી દુર્ઘટનાઓને ખોતરી ખોતરીને ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસની છબીને બગાડવા કે બદનામ કરવા કોંગ્રેસનો હા હવે કોઈ ષડયંત્ર ન કરે તેવી અપીલ કરી હતી.