ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ સુપ્રિમ કોર્ટના એક સો ત્રિપલ તલાક આપવાની પ્રાને ગેરબંધારણીય ગણાવતા ચૂકાદાને આવકારતાં જણાવ્યુ હતુ કે, એક જ પળમાં મુસ્લીમ મહિલાઓની સંપૂર્ણ જીવનવ્યવસ જેનાી ખોરવાઇ જતી હતી તેવી પીડા આપતી વર્ષો જુની પ્રામાંી મિુ્ક્ત મેળવવાનો આ ઐતિહાસિક દિવસ છે. આ નિર્ણયી મુસ્લીમ મહિલાઓના સશક્તિકરણ તેમજ સમાનતા માટે ખુબ જ મોટું બળ પ્રાપ્ત યુ છે. સુપ્રિમ કોર્ટના એકસો ત્રિપલ તલાક અંગેના ચૂકાદાી વ્યક્તિ, કુટુંબ અને સમાજ એમ, ત્રણેયનું હિત જળવાશે. મુસ્લીમ પરિવારોની જીવનશૈલી અને જીવનવ્યવસને મજબુત બનાવતા ચૂકાદાનું સ્વાગત છે
પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, મહિલાઓની ર્આકિ સુરક્ષા, સામાજીક સુરક્ષા અને આત્મગૌરવના સંવર્ધક અને સંરક્ષક સમાન આ નિર્ણય દ્વારા મુસ્લીમ સમાજની મહિલાઓને સમાનતા, આત્મગૌરવ તેમજ આત્મસ્વાભિમાન પ્રાપ્ત યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે તેમજ ભાજપાએ આ ગેરબંધારણીય વ્યવસનો પહેલેી જ વિરોધ કર્યો હતો અને એકસો ત્રિપલ તલાકના રિવાજને ીઓના મૂળભૂત અધિકારોના ભંગ સમાન ગણાવી હતી.સુપ્રિમ કોર્ટના આ અંગેના નિર્ણયને ભાજપા આવકારે છે.