ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ ફી નિયમન મુદ્દે હાઇકોર્ટનાં ચુકાદાને સહર્ષ આવકારતાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો આ ચુકાદો રાજય સરકાર, વાલી, વિઘાર્થીઓની લાગણીનું પ્રતિબિંબ છે.
રાજય સરકારે વાલી અને વિઘાર્થીઓના હિતમાં લીધેલ પગલાને હાઇકોર્ટે સ્વીકાર્યો છે. હિતની જીત છે. ૨૦૧૮ના નવા વર્ષની ગુજરાતની જનતાન બહુ મોટી ભેટ મળી છે. શિક્ષણક્ષેત્રે ગુજરાત ભાજપ સરકારનો આ નિર્ણય દેશને દિશા આપશે.
પંડયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે વાલી, વિઘાર્થીઓના હિત માટે શુઘ્ધ ઇરાદાથી નિર્ણય લીધો હતો જેને આજે નામદાર હાઇકોર્ટે
મંજુરીની મહોર મારી છે ત્યારે ભાજપ સરકાર આ ચૂકાદાને ઘ્યાનમાં રાખીને ફિ નિયમનને ત્વરીત અમલી બનાવશે શાળા સંચાલકોએ આ નિર્ણયને સ્વીકારીને વાલી, વિઘાર્થીઓની લાગણીઓને માનીને માન આપવું જોઇએ.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે ફી નિયમનના અમલથી ગુજરાતની મઘ્યમવર્ગની જનતાને ફીની ચુકવણીમાં આર્થિક સારો ફાયદો થશે તેમજ રાજયના લગભગ ૩૭.૬૦ લાખ વિઘાર્થીઓને લાભ મળશે અને ખાનગી શાળાના સંચાલકોની મનમાની બંધ થશે.
પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસ સામે પ્રતિક્રિયા આપણા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ચુંટણી સમયે જુઠ્ઠાણા ફેલાવવા અને અપપ્રચાર કરવામાં રસ હતો. કોંગ્રેસે અને રાહુલ ગાંધીએ ફી નિયમન, બેરોજગારી, શિક્ષણ જેવા મુદ્દાઓ પર જુઠ્ઠા આંકડાઓ જાહેરમાં આપીને જોરશોરથી ચુંટણીમાં અપપ્રચાર કરીને ગુજરાત અને ભાજપને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો તેનો જવાબ આ ચૂકાદાઓ આપ્યો છે. છેવટે આજે નામદાર હાઇકોર્ટના ચુકાદાથી દૂધનું દુધ અને પાણીનું પાણી થઇ ગયું છે.
હાઇકોર્ટેના ચૂકાદા બાદ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ફી રેગ્યુલેટરી કમીટીની ઝોનલ ઓફીસને ખાનગી સ્કૂલો તરફીથી મળે ૧૪૭ અરજીઓમાં ફી અંકુશ કરતા વધુ ફી ઉઘરાવવાની મંજુરી માંગવામાં આવી હતી જયારે ૩૫૦૦ શાળાઓમાં લીમીજ્ઞની અંદરની ફ્રી વસુલની હોવાની અરજી થઇ નહોતી.