વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા: વરિષ્ઠ પત્રકાર પદ્મકાંત ત્રિવેદી રાજકીય મુદા ઉપર પ્રકાશ પાડયો

ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ અબતકની ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેઓ અબતક સાથે દુધમાં સાકરની જેમ ભળી ગયા હતા અને રાજકીય કારકિર્દીના સંસ્મરણોને વાગોળ્યા હતા. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન વિજય ‚પાણી સાથેની યાદોને તાજી કરી હતી તેમજ અબતક પરિવાર સાથે હળવી ક્ષણો માણી હતી. આ પ્રસંગે DSC 3889વરિષ્ઠ પત્રકાર પદ્મકાંત ત્રિવેદીએ રાજકીય બાબતો પર પ્રકાશ પાડયો હતો. પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ અબતક પરિવારને સંબોધીને જણાવ્યું હતું કે, હાલના ડિજીટલ સમયમાં ઈન્વેસ્ટીગેટીવ રીપોર્ટીંગ માટે ઈન્ટરનેટ આર્શિવાદ સમાન બન્યું છે. અત્યારે ન્યુઝ ઈનોવેટીવ પર વધુ ભાર રાખે છે. વધુમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ ધંધુકામાં મારા ઘરે મળવા માટે ઘણી વખત આવતા હતા. હું એક જ ‚મમાં તેમની સાથે ૬ વર્ષ રહ્યો હતો અને બંને સ્કુટરમાં સાથે જતા તેઓ ખુબ મહેનતુ વ્યકિત છે. તેમની નિયમિતતા અને ચોકસાઈ નોંધનીય છે.

૨૦૦૯માં અમારી પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. ત્યારે નરેન્દ્રભાઈએ સમાપન પ્રવચનમાં તમામ કાર્યકર્તાઓને ઈ-મેઈલ આઈડી છે કે નહીં તેવો પ્રશ્ર્ન પુછયો હતો અને ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે અહીં ૧૦ કોમ્પ્યુટર ઓપરેટર્સની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ પોતાની ઈ-મેઈલ આઈડી બનાવી લે.

DSC 3873આ બનાવ એ નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિનો પરચો હતો. તેઓ જાણતા હતા કે હવેનો યુગ ડિજીટલ હશે. પદ્મકાંત ત્રિવેદી સાથે મારે વર્ષો જુના સંબંધ છે. રાજદિપ દેસાઈ, શિલા ભટ્ટ સહિતના અમે રાત્રે ૧૨ કલાકે બેઠક જમાવતા. ચુંટણી સંદર્ભમાં અમે આ બેઠક કરતા હતા. વિસ્તારક યોજના થકી તમામ કાર્યકર્તાઓ ઘર-ઘર સુધી જઈને પ્રચાર પ્રસાર કરશે અને કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની તમામ યોજનાઓથી લોકોને માહિતગાર કરશે. પહેલાના સમયમાં પશુધન વ્યકિતને શકિતશાળી બનાવતુ હતું. ત્યારબાદ સૈન્યધન અને આજના સમયમાં જ્ઞાનબળએ વ્યકિતને શકિતશાળી બનાવે છે.

વધુમાં તેઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી વિશે જણાવ્યું હતું કે, ઓડીસામાં કિસ્સો બન્યો હતો. એક મૃતકને ચાદરમાં વીંટીને ખંભા પર અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. આ ઘટના બાદ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જીઆર અમલમાં લાવ્યો કે આવી ઘટના જો બનશે તો સરકાર ભોગવશે. આમ બીજા રાજયની ઘટેલી ઘટના બાદ તુરંત જ ગુજરાતમાં અમલવારી કરીને વિજયભાઈએ સંવેદનશીલતા અને નિર્ણયકર્તાનો પરચો આપ્યો હતો. વધુમાં ભરત પંડયા અને રાજુભાઈ ધ્રુવે અબતક પરીવાર સાથે હળવાશની ક્ષણો માણી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

પદ્મકાંતભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ૧ કરોડ સભ્યો ગુજરાતમાં છે. આવી આગવી સ્થિતિ હોવા છતા પણ ભાજપે વિસ્તારક યોજના બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.