કોંગ્રેસ સુપ્રિમ કોર્ટ, ચૂંટણીપંચ, ઈવીએમ, બંધારણીય વ્યવસ્થાઓ, મીડિયા કે પ્રજા કોઈની ઉપર વિશ્વાસ ધરાવતી નથી અને તમામ પર જૂઠ્ઠા આક્ષેપ કરે છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીના ટવીટ સામે તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓના હ્યદય અને મનમાં  કુવિચારો, વિકૃત નિવેદનો અને નકારાત્મક કાર્યક્રમો જ પડેલાં છે. તેથી એકબીજામાં કોંગ્રેસને તેનો જ પડઘો જ સંભળાય છે. કોંગ્રેસ હાર પચાવી શકતી નથી. કોંગ્રેસને સુપ્રિમ કોર્ટને ચૂંટણીપંચ, ઈવીએમ, બંધારણીય વ્યવસ્થાઓ, મિડીયા કે પ્રજા કોઈની ઉપર વિશ્વાસ ધરાવતી નથી અને તમામ પર જૂઠ્ઠા આક્ષેપ કરે છે. પ્રજાને મૂર્ખ કહે છે.

હવે દંભી રાષ્ટ્રવાદના ઝેરી ઈન્જેકશનથી પ્રજા મૂર્છિત થઈ ગઈ છે તેમ કહીને રાષ્ટ્રભક્તિને વરેલી પ્રજાનું અપમાન કરી રહી છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને  નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ, નેતૃત્વની ઈર્ષ્યા આવે છે. નરેન્દ્રભાઈ મોદીને લોકહ્યદય, લોકમન અને લોકમતમાં સ્થાન મળે છે એટલે કોંગ્રેસને તેની ખૂબ ઈર્ષ્યા આવે છે અને તે ઈર્ષ્યા રોગ ને કારણે માનસકિતાથી પીડાય છે. કોંગ્રેસને થયેલા ઈર્ષ્યારોગથી કોંગ્રેસની વિચાર-વાણી-વર્તન કુંઠીત થઈ ગયાં છે.

વિપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીને પ્રશ્ન પૂછતા તેઓએ જણાવ્યું કે, શ્રી સરદાર પટેલની પ્રતિભા વિશ્વની વિરાટ પ્રતિમાને ભંગાર શબ્દ સાથે સરખાવીને શું તમે સરદાર પટેલ અને ગુજરાત-દેશની જનતાનું ભયંકર અપમાનન હતું કર્યું. ? ચૂંટણીના પરીણામ પહેલાં જ નરેન્દ્રભાઈ મોદીને મત આપનારા મુર્ખાઓ છે તેમ કહીને શું તમે જનતાનું અપમાન કર્યું નથી ? દંભી રાષ્ટ્રવાદ અને ઝેરી રાષ્ટ્રવાદ શબ્દ પ્રયોગો શું યોગ્ય છે ? રાષ્ટ્રવાદ એ રાષ્ટ્રવાદ જ હોય છે.

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આતંકવાદી મસૂદને મસૂદજી કહીને બોલાવે, કોંગ્રેસના નેતા આતંકવાદી ઓસામાને ઓસામાજી કહીને બોલાવે. સર્જીકલ અને એર સ્ટ્રાઈક કરનાર સૈનિકોના પરાક્રમ પર શંકા કરીને પાકિસ્તાનની ભાષા બોલનાર કોંગ્રેસી કયા મોઢે રાષ્ટ્રવાદની વાત કરે છે. આતંકવાદ સામેની લડાઈ લડીને આતંકવાદીઓનો ખાત્મો કરવા સર્જીકલ અને એર સ્ટ્રાઈકનો નિર્ણય લેનાર રાષ્ટ્રવાદી નરેન્દ્રભાઈ મોદી સામે મોતના સોદાગર થી માંડીને ચોકીદાર ચોર હૈ જેવા વિકૃત નિવેદનો કરનાર કોંગ્રેસનો ક્યો રાષ્ટ્રવાદ છે ? કોંગ્રેસના મોઢે રાષ્ટ્રવાદ કે વિકાસની વાતો શોભતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.