હિન્દુસ્તાનના ૨૯ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશની રસદાર વાનગીઓ મળશે એક જ થાળની અંદર
સૌરાષ્ટ્રના ભાવના ભોજનીયાના શોખીનો અને રંગલા રાજકોટના રસપ્રચુર સ્વાદ પ્રિયો માટે ચૌકીઢાણી કંઇ નવું નામ નથી. પણ આજ ચૌકીઢાણી સૌ માટે કંઇને કંઇ નવું લાવે છે એ આપણે બધા જાણીએ છીએ. લગભગ ૨૦ વર્ષ પહેલા જયારે ચૌકીઢાણી ચાલુ થઇ ત્યારે આપણામાંથી કોઇને એવો અંદાજ પણ હતો કે રાજસ્થાન ગામડુ લોકોને આટલું મનગમતું થઇ જશે. જયારથી ચૌકીઢાળી ચાલુ થઇ છે. ત્યારથી ત્યાં ઘણા અવનવા મનોરંજન એમેનીટીઝ રહ્યા છે, જે પુરા સૌરાષ્ટ્રમાં બીજુ કોઇ પણ ના આપતુ જેમ કે રાજસ્થાની તેરાહલ તાલ નૃત્ત, કઠપુતળીનો ખેલ, જાદુગર ગની ખાન, કચ્છી ઘોડીનો ખેલ, માટીના વાસણ બનાવતો કુંભાર, લાઇવ સાપ સીડીનો ખેલ અને ઘણું બધું અને આજ કારણે ગુજરાત ટુરીઝમ એ પણ ચૌકીઢાણીને ઘણા બધા પુસ્કાર આપ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ચૌકીઢાણી કંઇક નવું અને કંઇક અનોખું લઇને આવી રહ્યું છે જે આખા ગુજરાતમાં બીજે કયાંય નહી મળે. ભારત એક થાળ, એક અનોખી થાળ આવી રહી છે. રાજકોટમાં આ ગણતંત્ર દિવસથી ચૌકીઢાણી રીસોર્ટ લાવી રહ્યું છે. એક અનોખી થાળી જેમાં આપને મળશે હિન્દુસ્તાનના લગભગ ર૯ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશની રસદાર વાનગીઓ અને એ પણ એક જ થાળની અંદર ભારત એક થાળમાં આપને મળશે કાશ્મીરની સબ્જી, હીમાચલની દાળ, છત્તીસગઢના લીટ્ટી ચોખા, રાજસ્થાની માલપુઆ, હૈદરાબાદી બીરયાની, કાઠીયાવાડી ઢોકળા, મહારાષ્ટ્રીય વડાપાંઉ, મઘ્યપ્રદેશની ખીર, ઉ૫રાંત ગોવા, કર્ણાટક, કેરેલા, પૂર્વ રાજયોની ૩૫ જેટલી વાનગીઓ, અને મજાની વાત તો એ છે કે એ આ થાળી ૪ લોકો એક સાથે જમી શકે જેથી ફુડનો બગાડ પણ ન થાય અને બધી વાનગીઓ ચાખી પણ શકાય. આ થાળ તૈયાર નહી હોય, આપે પહેલેથી આ થાળી ફોન ઉપર બુક કરાવવી પડશે. અને આપના ઓર્ડર પ્રમાણે જ બનશે, તો સ્વાદના શોખીનો આ લ્હાવો લેવાનું ચુકશો નહીં. સંપર્ક માટે મોબાઇલ નંબર ૯૯૦૯૦ ૩૩૩૩૦ છે.