સાયકલ મારી સરરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય…
ગીયરવાળી સાઈકલ, ડબલ સાઈકલ, ઈ-સાઈકલ, માઉન્ટેન બાઈક, રોડ બાઈક સહિતની અનેક વેરાયટી ઉપલબ્ધ
‘શરીર સુખી તે સુખી સર્વ વાતે’ આ કહેવતને યથાર્થ કરવા માટે સારૂ આરોગ્ય હોવું ખૂબજ જરૂરી છે. માત્ર ખોરાક આરોગવાથી જ નહિ પરંતુ સ્વાસ્થ્યની જાળવણી માટે યોગા, કસરત પણ જરૂરી છે. ત્યારે શરીરને સ્વસ્થ રાખવા માટે સાયકલ પણ એક અગત્યનું માધ્યમ છે. ત્યારે રાજકોટનાં ભારત સાયકલ સ્ટોરમાં બાળકોથી લઈને તમામ વર્ગના લોકો માટે વિવિધ કેટેગરીમાં સાયકલ જોવા મળે છે.ત્યારે ‘અબતક’ની ટીમ દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી.
પહેલાના યુગમાં સાયકલ માત્ર નાના બાળકો વાપરતા પરંતુ હવે યુવાનો સહિતનો તમામ વર્ગ સાયકલનો ઉપયોગ કરતા થયા છે. બાળકોની સાયકલ ૨૦૦૦થી ચાલુ થાય છે. અને યુવાનો માટેની ૯૦૦૦૦થી રેન્જ શરૂ થાય છે. ખાસ તો ભારત સાયકલની વિશેષતા વિશે જણાવ્યું કે તમામ બ્રાન્ડથી ૧૫૦ જેટલી સાયકલ અહી ઉપલબ્ધ છે.આ ઉપરાંત તેઓની સર્વીસ ખૂબજ સારી છે.
જીજ્ઞાબેન રૂપારેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓના સાયકલ સ્ટોરની વિશેષતા એ છે કે, તેઓ અલગ અલગ બ્રાન્ડ લઈને આવ્યા છે. ભારત સાયકલ એટલે વેલનેશ, વિપ્સ, વોલેટ અને વર્લ્ડ ખાસ તો સાયકલીંગ કરવાથી વેલનેસ ઝળવાઈ રહે તો શાંતિ વ્યાપે છે.
સવિશેષ ઉમેર્યું કે લોકો માને છે કે ઈમ્પોટેડ વસ્તુ મોંઘી જ હોય પરંતુ તેવું હોતુ નથી લોકો માટે દરેક બજેટમાં સાયકલ અહી ઉપલબ્ધ છે. સાથોસાથ તમામ લોકો સાયકલનો વધુને વધુ ઉપયોગ કરે તો દુનિયામાં પ્રદુષણ અટકાવી શકાશે. અને હેલ્થતો સુધરશે જ. તેઓનાં સાયકલ સ્ટોરમાં ગેરવાળી સાયકલ, માઉન્ટન બાઈક, રોડ બાઈક, રેશીંગ માટેની સાયકલ સહિતની સાયકલ છે.
ભારત સાયકલના બીજી ઓનર હુશૈન એ લોખંડવાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ પાસે સ્વાસ્થ્ય જાગૃતી માટે અલગ અલગ સાયકલ ઉપલબ્ધ છે. જેમાં ઈલેકટ્રીક સાયકલ, ડબલ સાયકલ ઉપલબ્ધ છે. ડબલ સાયકલમાં કપલ રાઈડ કરી શકે છે.
આ ઉપરાંત ઉમેર્યું કે તેવો હજુ રાજકોટ સિવાય ગુજરાતનાં બીજા શહેરોમાં પણ પોતાના સ્ટોર ખોલવાના છે.