૮૧ કલાકારો સાથે ઐતિહાસિક નાટક નિહાળવાનો લાવો
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી અને રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત ભારત ભાગ્ય વિધાતા નાટકના બે તા. ૧૩મી એ શનિવારે બપોરે ૨.૩૦ વાગ્યે સાંજે ૫.૦૦ વાગ્યે રાખેલ છે. નાટક શો વિનામૂલ્યે હેમુગઢવી હોલ ખાતે યોજવામાં આવેલ છે. સમગ્ર શોનું સંચાલન ઉત્સવ ગ્રુપ રાજકોટ કરી રહ્યું છે.
રાજકોટવાસીઓ માટે નાટય રસિકો માટે એક અદભુત અલૌલિક ઐતિહાસિક નાટકનો લ્હાવો છે. આ નાટકમાં ટીવી સીરીયલ ફિલ્મના જાણીતા કલાકારો સાથે મુંબઇના ૮૧ કલાકારોનો અભિનય જોવા મળશે. ગાંધીજીના જીવનની ઘટના મીઠાનો સત્યાગ્રહ આફ્રિકામાં ટ્રેનનો બનાવ સાથે વિવિધ જીવન ઝરમર આકર્ષક સેટ સાથે લાઇટીંગ સાથે નાટક માણવા મળશે વિનામૂલ્યે યોજાયેલા નાટય શો નો લાભ લેવા નગરજનોને અનુરોધ છે. નાટકનું લેખન પ્રકાશ કાપડીયા એ કરેલ છે. જેને દેવદાસ, બ્લેક, બાજીરાવ મસ્તાની પદમાવન જેવી સફળ ફિલ્મો લખી છે. દિગ્દર્શન રાજેશ જોશીએ કરેલ છે. જેમને યુગપુરુષ કોડ મંત્ર જેવા સફળ નાટકનું ડાયરેકશન કરેલ છે.
નાટકમાં વિનામૂલ્યે પ્રવેશ છે. બેઠક વ્યવસ્થા વ્હેલો તે પહેલાના ધોરણે રહેશે. નાટક પ્રયોગ ૨.૩૦ વાગે તથા સાંજે પ વાગે સમયસર શરુ થઇ જશે. શરુ થયા બાદ પ્રવેશ મળશે નહીં.
નિ:શુલ્ક પાસ તથા શો માટે દિનેશ વિરાણી પ્રમુખ ઉત્સવ ગ્રુપ રાજકોટનો સંપર્ક સાધવો ગ્રુપની ઓફીસ ૧૦૨ વર્ધમાન ટ્રેડ સેન્ટર, ફુલછાબ ચોક રાજકોટનો કોન્ટેકટ કરશો. વિશેષ માહીતી માટે દિનેશ વિરાણી મો. નં. ૯૯૦૪૦ ૯૩૦૩૯ ઉપર સંપર્ક કરશો.
ખાસ આ નાટક પ્રયોગમાં નાના બાળકોને પ્રવેશ અપાશે નહીં. ત્યા નાટય શો સમય પહેલા ર૦ મીનીટે આપની બેઠક મેળવી લેશો. જયાં સુધી ફ્રિ પાસ પ્રવેશ પાસ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ વિતરણ વ્યવસ્થા રહેશે.