કોઈ સંગઠન દ્વારા બંધનું એલાન અપાયું ન હોવા છતાં દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મુખ્ય બજારો રાબેતા મુજબ ખુલ્લી
આજે ભારત બંધનું એલાન હોવાની વાતથી મોટાભાગના લોકો અજાણ
અનામતના વિરોધમાં આજે સવર્ણ અને ઓબીસી દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની કોઈ જ અસર દેખાઈ ન હતી. બંધ નિષ્ફળ રહ્યું હતું. મોટાભાગના લોકો અને વેપારીઓ આજે ભારત બંધનું એલાન હોવાની વાતી તદ્દન અજાણ હતા. કોઈ સંગઠન કે રાજકીય પક્ષ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું ન હતું. આજે બંધ હોવાની વાત માત્ર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી છતાં કોઈ અચ્છનીય બનાવ ન બને તે માટે દેશના અનેક રાજયોમાં જડબેસલાક પોલીસ સુરક્ષા વ્યવસ ગોઠવી દેવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે મધ્યપ્રદેશમાં આજે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની મુખ્ય બજારો આજે રાબેતા મુજબ ચાલુ રહેવા પામી હતી.
દેશમાં નોકરી અને શિક્ષણ માટે જાતિ આધારિત અનામત તા બંધ કરી ર્આકિ અનામત આપવાની માંગ સો આજે સવર્ણો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે, કોઈ સત્તાવાર સંગઠન કે રાજકીય પક્ષ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું ની માત્ર સોશ્યલ મીડિયા પર છેલ્લા એક સપ્તાહી એવું વાયરલ ઈ રહ્યું છે કે અનામતના વિરોધમાં ૧૦મી એપ્રિલના રોજ બંધ રહેશે. આજે ભારત બંધનું એલાન હોવાની વાતનો ૯૦ ટકાી વધુ લોકો તદ્દન અજાણ હતા. જેના કારણે ગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજયોમાં બંધ નિષ્ફળ રહ્યું હતું. દરમિયાન ગત ૨જી એપ્રિલના રોજ દલિત સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એકટમાં કરવામાં આવેલા સુધારાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાન દરમિયાન દેશના મધ્યપ્રદેશ અને રાજસન સહિતના રાજયમાં હિંસક માહોલ સર્જાયો હતો. જેના પગલે આજે સત્તાવાર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું ન હોવા છતાં કેન્દ્ર અને રાજય સરકાર સાવચેત થઈ ગઈ હતી.
મધ્યપ્રદેશમાં આજે ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્ર તા રાજય સરકારે તમામ જિલ્લાના વડાને ખાસ તાકીદ કરી છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મુખ્ય બજારો તા માર્કેટીંગ યાર્ડ સહિતની સંસઓ રાબેતા મુજબ ચાલુ રહેવા પામી હતી. શાળા-કોલેજોમાં પણ કોઈ બંધની અસર જોવા મળી ન હતી અને શાળા કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય નિયમીત રીતે ચાલુ રહેવા પામ્યું હતું. ટૂંકમાં અનામતના વિરોધમાં અપાયેલ ભારત બંધનું એલાન આજે નિષ્ફળ રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,