ધોરાજી શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ચિંતામણી પાશ્વનાથ દેરાસરજીમાં પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભસૂરીશ્વરજી આદિ ઠાણા તથા પૂજ્ય સાધ્વીજી ભગવંત જયવર્ધનાશ્રીજી કુલ ૧૨૯ આરાધનાઓ ભક્તિ ભાવ પૂર્વક તપ આરાધના કરી રહેલ છે આ મહામૂલી આરાધનાનો અમૂલ્ય લાભ ચત્રભુજ જગમોહનદાસ વસાણીયા પરિવારે લીધેલ છે રોજ સવારે દેરાસરજીમાં પૂ.જ આચાર્ય ભગવંત તથા સાધ્વીજી ભગવંત સાથે વૃદ્ધ દ્વારા ભક્તિ ભાવવામાં આવે છે સવારે ૯ વાગ્યે પૂજ્ય શ્રી ની વ્યાખ્યાન ફરમાવે છે .
રાત્રે પ્રતિક્રમણ તથા પ્રભુની ભાવના ભાવવામાં આવે છે અને આજે સવારે ૭:૩૦ વાગ્યે સોની બજાર ના ગામના જૈન દેરાસરથી પ્રભુજીનો વરઘોડો નિકળેલ હતો આ વરઘોડો સોની બજાર થઈને પીરખાનો કૂવો, ગેલેકસી ચોક થઈને સ્ટેશન પ્લોટ ના જૈન દેરાસરે સમાપ્ત થયો હતો. આ વરઘોડામાં સાધુ ભગવંત તેમજ જૈન ધર્મના ભાઈઓ બહેનો જોડાયેલ હતા.