રાચ્છ ખુશી ૯૪.૨૮ પીઆર સાથે શાળામાં ટોપ ઉપર રહી
ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનું રીઝલ્ટ આજે જયારે આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની ભરાડ સ્કુલના તારલાઓએ પોતાનું નામ રોશન કર્યું છે. ત્યારે ભરાડ સ્કુલની રાચ્છ ખૂશી ૯૪.૨૮ પીઆર સાથે ઉતીર્ણ થઈ છે. ઉપરાંત કશ્યપ ખુમાણ અનિરૂધ્ધ, ઢોલા ઉમેશ, દુધાત્રા પ્રિન્સ, સોમાણી પરેશ, ડેર દિવ્યેશ સાથે અનેક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉલ્લાસની ભાવના હતી આ તકે સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ ભરાડ સહિતના શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ત્યારે જતીનભાઈ ભરાડે જણાવ્યું હતુકે વિદ્યાર્થીઓએ ખૂબજ મહેનત કરી છે. અને ઉપરાંત શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને સારા ગુણ પ્રાપ્ત થાય અને જે તે વિદ્યાર્થી જે વિષયમાં નબળો હોય તેની પાછળ શિક્ષકોએ પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું છે અને વાલીઓનો પણ ખૂબજ અમને સહકાર મળ્યો છે. ત્યારે ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જતીનભાઈ ભરાડે શુભેચ્છાઓ પાઠવી હતી.