ભય, અંધશ્રધ્ધાથી સાપને મારશો નહીં

જુદા જુદા વિસ્તારમાંથી ૧૦ અજગરના કર્યા રેસ્કયુ

દ્વારકા જિલ્લાના ભાણાવડ પંથકમાં એનિમલ લવર્સગ્રુપે ઓકટોબર માસમાં ૧૦ અજગર સહિત ૧૪૯ સાપોનુ રેસ્કયુ કર્યુ હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સર્પ વિશે અંધશ્રધ્ધા દૂર કરવાના તથા સમગ્ર વિસ્તારમાં ગમે તે સ્થળેથી વિનામૂલ્યે જાત મહેનત ખર્ચ કરીને રેસ્કર્યુ કરવાની કામગીરીથી લોકો પણ સાથે જોડાય છે. ગત ઓકટોબર માસમાં ૧૦ અજગર સહિત ૧૪૯ સાપોનું એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સફળ રેસ્કયુ કરાયું હતું. આ માસમાં જુદા જુદા વિસ્તારોમાંથી ૮૫ નાગ કોબ્રા ૧૦, કાખોતરા, ૨ ખડચીતર, ૧૦ અજગર, ૧૭ ધામણ, ૧૧ રૂપસંદરી, ૬ વરુદંતી, ૧ તાંબાપીડ, બે ડેંડુ, બે બેવોઇ, (બે મોઢાવાળા દુર્લભ સાપ), એક ભટડીયું સાપ, એક દર્લભ ઇંડાખાઉ સાપ તથ પીપરીત  સાપ મળીને કુલ ૧૪૯ના સફળ રેસ્કયુ થયા હતા. અગાઉ આ વિસ્તારમાં અંધશ્રધ્ધા તથા ભયથી ઘરે, ખેતરમાં નીકળતા સાપને મારી નંખાતા હતા હવે જાગૃતતાથી સફળ રેસ્કયુ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.