ભાણવડ સમાચાર

ભાણવડ ખાતે નાતાલ પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી . ગાયત્રી નગર વિસ્તારમાં આવેલ ચર્ચમાં ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મના વધામણા કરાયા હતા તથા ચર્ચને રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો . આ પર્વમાં હિન્દુ મુસ્લિમ લોકોએ સહયોગ આપી કોમી એકતા બતાવી હતી.નાતાલ પર્વને લઈને ચર્ચમાં સવારથી જ ઉત્સાહ જોવાઈ રહ્યો હતો . બાળકોએ અવનવા નૃત્ય ,  ડાન્સ સાથે દેશભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો એક પછી એક રજૂ કર્યા અને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા.  સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. WhatsApp Image 2023 12 27 at 09.39.21 46e707d0

આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને તેના પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી બટુક ભોજન કાર્યક્રમ યોજાયો હતો . જેમાં બાળકોએ લાભ લીધો હતો . કાર્યક્રમને સફળ બનાવવા માટે ચર્ચમાં વર્ષોથી વસવાટ કરતાં સિસ્ટર માયાબેન સહિત જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટ, અનવરભાઈ કોટડીયા સહિત તમામે  વ્યવસ્થા સંભાળી હતી.

આનંદ પોપટ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.