ઘરેથી વેલ્ડીંગ કરવાનું કહી ગુમ થઇ
ભાણવડ તાલુકાનાં વાનાવડ ગામે રહેતી સગર જ્ઞાતિની યુવતી ભેદી સંજોગોમાં એકાએક ગુમ થઇ જતા ચકચાર મચી છે, યુવતીનાં પિતા ભીખુભાઇ ખિમાભાઇ સગરે ભાણવડ પોલીસ થાણે પહોંચી જાણ કરતાં પોલીસે ગુમ નોંધ દ્વારા તપાસ હાથ ધરી છે.
આ બનાવ ની પોલીસ સૂત્રોમાંથી એવી વિગત જાહેર થઇ છે કે ભાણવડ જામજોધપુર હાઇવે ઉપર આવેલા વાનાવડ ગામે સીમ વિસ્તારમાં રહેતા સગર ભીખાભાઇ ખીમાભાઇ કારેણાની પુત્રી કાજલબેન ભીખુભાઇ કારેણા (ઉ.વ.18) તા.17ના રોજ સવારે પોતાનાં નિવાસેથી રનીંગ કરવા જવાનું કહી નિકળી હતી.
પરંતુ ત્યારબાદ તે ઘરે પરત નહીં ફરતા પરિવારમાં ચિંતા થઇ હતી. પિતા સહિત પરિવારે તમામ સગા સ્નેહીને ત્યાં તપાસ કર્યા બાદ કાજલનો પતો મલ્યો નથી. આથી યુવતી કાજલનાં પિતા ભીખુભાઇ ખીમાભાઇ કારેણાએ ભાણવડ પોલીસ થાણે પહોંચી બનાવની હકીકત જણાવી પુત્રી કાજલનો પતો મેળવી આપવા સહિત મદદ કરવા અરજી દાખલ કરી હતી. આથી ભાણવડ પોલીસનાં હેડ કોન્સ. એમ.એચ.કરંગીયાએ ગુમ નોંધ દ્વારા તપાસ હાથ ધરી છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે કાજલે સફેદ કલરનો ટ્રેક-શૂટ પહેર્યો છે અને હિન્દી તેમજ ગુજરાતી ભાષા પણ જાણે છે.