આજે રથ શાપર–વેરાવળ ખાતે રવાના; લોધિકા, ઢોલરા, માખાવડ, છાપરા, દેવગામ, ખીરસરા, હરીપર પાળ સહિત વચ્ચે આવતા તમામ ગામોમાં ફરશે
નવા ભારતના નિર્માણ માટે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ૨૦૧૯ લોકસભા માટેનો ભાજપા સંકલ્પ પત્ર બનાવવા કરોડો લોકોના સૂચનો લેવા માટે ભારત કે મન કી બાત, મોદી કે સાથ કેન્દ્રીય ભાજપ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપાના મહામંત્રી ભાનુભાઈ મેતાએ કેશરી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા ભાજપાના પૂર્વ મહામંત્રી દિલીપભાઈ ગાંધી, રાજકોટ લોકસભા ભારત કે મન કી બાત, મોદી કે સાથના જીલ્લા ઇન્ચાર્જ નીલેશભાઈ દોશી, હિરેનભાઈ જોશી, કિશોરભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, ભગવાનજીભાઈ લુણાગરીયા, રાજેશભાઈ ઘેલાણી સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત રથ લોધિકા તાલુકાના પારડી, કાંગશીયાળી, ઢોલરા, વીરવા, ખાંભા, માખાવડ, સાંગણવા,લોધિકા, ચાંદલી, પીપરડી, છાપરા, દેવગામ, ખીરસરા, મેટોડા, વાજડી, હરીપર પાળ ગામોમાં આજરોજ રથ ફરશે જે રથમાં સાથે રાજકોટ જીલ્લા ભાજપાના તાલુકા–મંડલના હોદેદારો ઉપસ્થિત રહી તમામ ગામોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ અનેક વિકાસ કાર્યો કર્યા છે તેની વિડીયો કલીપ દ્વારા પ્રજાજનોને બતાવવામાં આવશે. રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે અને પ્રજાના પ્રશ્નોને ન્યાયિક વાચા મળે તે માટે ૨૦૧૯ની લોકસભા માટેનો સંકલ્પપત્ર બનાવવા ભારતના કરોડો લોકોના સૂચનો લેવામ આવશે. ભાજપા માટે પ્રજા સર્વોપરી છે. પ્રજાનો વિકાસ એ જ ભાજપાનો સંકલ્પ છે.
ઉપરોક્ત ભારત કે મન કી બાત, મોદી કે સાથરથ જીલ્લા–તાલુકાના મોટા ગામ અને તમામ શક્તી કેન્દ્રોમાં પ્રચાર–પ્રસાર કરશે. જેમાં ભાજપા યુવા મોરચો, મહિલા મોરચો, કિશાન મોરચો તેમજ તમામ તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.