પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ વિશ્વ મહિલા દિન નિમિતે જણાવ્યું છે કે, આજે સમગ્ર વિશ્વમાં મહિલાઓએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, આજે મહિલાઓ, સામાજીક, શૈક્ષણિક, ઉધોગ, રાજનીતિ એમ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પહોંચી છે. યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં ૮મીએ માર્ચએ મહિલા દિન તરીકે ઉજવાય છે. આપણો ભારત દેશ એ પુરુષપ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આઝાદ ભારતમાં સૌપ્રથમ પહેલ બંધારણના ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને પુરુષો સમોવડી બની રહે મહિલાઓને સમાન હકક અને સમાનતા મળે તેવા ઐતિહાસિક પ્રયત્નોની બંધારણમાં જોગવાઈ કરેલ છે. આજના આ મહિલા દિને બહેનોને સમાજમાં માન-સન્માન-યશ મળે અને પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ પાઠવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- Land Rover Defender ભારતમાં લોન્ચ જાણો કિંમત અને ફીચર્સ…
- Q1 2025 માટે BYD Cillian 7 ઇન્ડિયા લોન્ચ થવાની તૈયારી ; 2025 ભારત મોબિલિટી એક્સ્પોમાં શોકેસ
- Gen Z પછી 2025માં જન્મેલા બાળકનું નામ હશે Generation Beta,જાણો તેની પાછળનું કારણ
- દીવ: બુચરવાડામાં આવેલી ખાનગી હોટેલમાં પોલીસના દરોડા
- Honda તેની ન્યુ Honda Elevate SUV Black Edition આવતીકાલે કરશે લોન્ચ…
- સુરત: ICICI બેંકના ATM મશીન તોડનાર બે યુવકને પકડી પાડતી અઠવાલાઈન્સ પોલીસ
- ગીતા રબારી ક્રોપ ટોપ લુકમાં લાગી bold