રાજકોટ મોરારીનગરમાં મામાના ઘરે આવેલી ભાણેજે પ્રેમીની મદદથી રુા.4.18 લાખની કિંમતના સાત તોલા સોનાના ચેનની ચોરી કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ચોરી કર્યાની કબુલાત આપતું લખાણ કરી આપ્યા બાદ સોનાનો ચેન પરત ન આપી ઉઘરાણી કરશો તો સુય્સાઇડ નોટ લખી આપઘાત કરવાની ધમકી દેતા ગભરાયેલા મામાએ પોતાની ભાણેજ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ચેન ચોરીની કબુલાત આપી પરત માગતા ઝેરી દવા પી આપઘાત કરવાની ધમકી દીધી: ધોળકાની યુવતીની ધરપકડ પ્રેમીની શોધખોળ

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરારીનગરમાં રહેતા રિક્ષા ચાલક મહેશભાઇ મનજીભાઇ વાળાએ ધોળકા બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતી પોતાની ભાણેજ ધારાએ ગત તા.16 ઓકટોમ્બરે કબાટમાંથી રુા.4.18 લાખની કિંમતના સોનાના ચેનની ચોરી કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેશભાઇ વાળાના પત્નીને પ્રસ્તુતિ દરમિયાન ઘર કામમાં મદદ માટે પોતાની ભાણેજ ધારાને રાજકોટ તેડાવી હતી. તે દરમિયાન સોનાના ચેનની ચોરી કરી હતી. ધારાને સમજાવી પૂછપરછ કરતા તેણીએ અમદાવાદના મણીનગર કાતે રહેતા પોતાના પ્રૈમી વિવાન વાઘેલાના કહેવાથી સોનાના ચેનની ચોરી કર્યાની કબુલાત આપી હતી. ધારાના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ ન કરવા આજીજી કરી સોનાનો ચેન પરત આપી દેશે તેવું લખાણ કરી આપ્યું હતું. પરંતુ સોનાનો ચેન પરત આપ્યો ન હતો અને ચેન અંગે ઉઘરાણી કરી ત્યારે સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરવાની ધમકી દેતા ગભરાયેલા મહેસભાઇ વાળાએ પોતાની ભાણેજ સામે સોનાના ચેન અંગેની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઇ એ ધારાની ધરપકડ કરી તેના પ્રૈમી વિવાન વાઘેલાની શોધખોળ હાથધરી છે.

નંદનવન સોસાયટીમાં ફાયરમેનના બંધ મકાનમાંથી રૂ.48 હજારની મત્તા ચોરાઇ

માંડા ડુંગર પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ફાયર મેન અજયબાઇ બાબુભાઇ વડેખાણીયા ગત તા.12 ડિસેમ્બરે લીંબડી નજીક ટીંબલા ગામે કાકાના દિકરાના લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા તે દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી ટીવી અને સોના-ચાંદીના ઘરેણા મળી રુા.48 હજારની મતાની ચોરી થયાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.