મુસ્લિમ રાષ્ટ્રીય મંચના હેડ કવાર્ટરમાં મુકાયો વિવાદીત નકશો
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલો મુસ્લીમ રાષ્ટ્રીય મંચ વિવાદોમાં ફસાયો છે. ગઈકાલે અમદાવાદના રીલીફ રોડ ખાતે આવેલા સંસ્થાના હેડકવાર્ટરમાં મુકાયેલા ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીરનો ભાગ ગુમ હોવાની વાતે ચર્ચા જગાવી હતી.
આ નકશામાં જમ્મુ-કાશ્મીરનો નોર્થ ભાગ ગુમ હોવાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી. આ મામલે હજુ કોઈ સતાવાર વિગતો મળી નથી. સંસ્થાના સાઈનબોર્ડમાં આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમાર સ્થાનિક મુસ્લીમ નેતાઓ તથા પૂર્વ આઈપીએસ અધિકારી અને વકફ બોર્ડના ચેરમેન એ.આઈ. સૈયદની તસ્વીરો છે.
આ મામલે ગૌરક્ષા સાથે સંકળાયેલા ઝાહીર કુરેશીએ અમદાવાદમાં આ હેડકવાર્ટર કોણ ચલાવતુ હોવાની વાતનો ખ્યાલ ન હોવાનું કહ્યું છે. આ હેડ કવાર્યર તાજેતરમાં જ ચાલુ કરવામાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.