મહાશિવરાત્રી ‘ભાંગ’ વગર અધુરો

શા માટે ભગવાન શિવ પીવે છે ભાંગ? ગાંજાના તત્વને કારણે ભાંગને હમેશા લાંછિત થવું પડે છે તેમ છતાં પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં નોંધાયેલ કે તે એક અસરકારક ઔષધી છે

કાલ શિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે ‘ભાંગ’ નો મહિમા શિવાલયમાં પ્રસાદરુપે અનેરો છે. આપણાં હિન્દુ ધર્મમાં બધા તહેવારોની એક પરંપરા હોય છે. આપણને પ્રશ્ર્ન થાય કે ભગવાન શીવ શા માટે પીવે છે ભાંગ ? આપણા પ્રાચીન ગ્રંથોમાં નોંધવામાં આવેલ છે કે તે માનવ જાત માટે અસરકારક ઔષધી છે. ભાંગ સ્નાયુ સંબંધિત વિકાર ચામડીના રોગો અને ઇજાઓમાં અકસિર મનાય છે. શિવરાત્રી અને ભાંગ વિશેની ઘણી બધી વાતો છે.

‘ભાંગ’ ગાંજાના ફૂલ અને છોડવામાંથી બનેલું માદક પીણું છે? આ એક ભગવાનનું અમૃત મનાય છે. વેદોના અનુસાર સમુદ્ર મંથન થયું ત્યારે દેવો અને દાનવો દ્વારા અમૃત પીવામાં આવ્યું હતું જે પૈકી કેટલાક ટીપાં મરૂ પર્વત પર પડયા અને તેમાંથી છોડ ઉગ્યાને તેના પાંદડામાંથી પીણું બનાવવામાં આવ્યું હતું. આ પીણું દેવોને બહુ જ પસંદ પડયું હતું.

આ પ્રસંગ બાદ ભગવાન શિવએ પીણાને માનવ જાતિ માટે હિમાલય પર્વત પર લાવ્યા હતા. બીજી એક વાત મુજબ ભાંગને દેવી ગંગાની બહેન પણ કહે છે, આજ કારણે જ ભાંગ અને ગંગા હમેશા શીવ સાથે રહે છે. બીજી એક પ્રાચીન વાત મુજબ દેવો દ્વારા સોમ રસનો ઉપયોગ કરવામાં આવેલ હતો, જેને ‘ભાંગ’ કહેવામાં આવે છે. આ વાતમાં એ જાણી શકાયું નથી કે સોમ રસ અને ભાંગ બન્ને એક છે કે અલગ અલગ

શિવ અને ભાંગને સીધો સંબંધ એટલા માટે છે કે વિશ હંમેશા ઊંડા ઘ્યાનમાં રહેતા હોવાથી ‘ભાંગ’ તેમા મદદરુપ થતી હતી. કદાચ આજ કારણે આજે સાધુઓ ભાંગ પીવે છે અને ગાંજાનું  ધુમ્રપાન કરે છે. શિવરાત્રીએ ભાંગનુ: મહત્વ અનેરુ છે. શિવરાત્રીએ શિવમંદિરોમાં ‘ભાંગ’ના પ્રસાદનું અનેરુ મહત્વ છ.ે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.