વર્ષ 2023 -24 ના બજેટ માં કેન્દ્ર એ શિક્ષણ ક્ષેત્ર માટે મસ મોટું બજેટ ફાળવ્યું છે પરંતુ જો શિક્ષકોની ગુણવત્તાની વાત કરવામાં આવે ત્યારે ભારતભરની 1.2 લાખ સ્કૂલોમાં શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે તો જો પાયાની જરૂરિયાત જ ન હોય તો શિક્ષણ ક્ષેત્રે દર્શાવતું ગુલાબી ચિત્ર કેટલા અંશે સાચું?
કેન્દ્રીય બજેટમાં, કેન્દ્રએ શિક્ષણ ક્ષેત્ર માટે 1.13 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી, 2022-23ની સરખામણીએ શાળા અને ઉચ્ચ શિક્ષણ પરના અંદાજિત ખર્ચમાં લગભગ 8.3% વધારો કર્યો, પરંતુ તાજેતરમાં જવાબો સંસદમાં પ્રશ્નો દર્શાવે છે કે ભારતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે હજુ ઘણી જગ્યા છે. વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર અને એક-શિક્ષક શાળાઓની સંખ્યા જેવા સૂચકાંકો ગંભીર સ્ટાફની અછત તરફ નિર્દેશ કરે છે.
ભારતની લગભગ 8% શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં એકલ શિક્ષકની શાળાઓ પણ સૌથી વધુ છે. બિહારમાં 60 વિધાર્થીઓએ માત્ર 1 j શિક્ષક છે જ્યારે ગુજરાતમાં 30 વિદ્યાર્થિઓ સામે શિક્ષકનો ગુણોત્તર 1 છે.આ સાથે તાલીમબદ્ધ શિક્ષકોની પણ કમી છે. જેથી કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને પાયાનું જ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી. આ સાથે પ્રાથમિક શાળાઓમાં માતૃભાષાના શિક્ષણની હાલત પણ કથળતી જાય છે. જેથી માતૃભાષાની જાણકરી ન હોવાથી વિધ્યાર્થીઓ ની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે.
મધ્યપ્રદેશમાં પ્રાથમિક વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર 25 છે – જે RTE કાયદા દ્વારા જરૂરી સ્તર કરતાં વધુ સારો છે, પરંતુ તેમાં શિક્ષકોની શાળાઓની સંખ્યા પણ સૌથી વધુ છે. મોટા રાજ્યોમાં, કેરળમાં 310 માટે સૌથી ઓછી એક શિક્ષક શાળા છે.શિક્ષણની ગુણવત્તા જાળવવામાં તાલીમબધ્ધ શિક્ષકોનું ખૂબ મહત્વ છે. કમનસીબે ગુજરાતની ઘણી શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી. શિક્ષકોનાં કૌશલ્યને સુધારવા માટે જરૂરી તાલીમ થતી નથી એટલે નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિષે તેઓ ઝાઝું જાણતાં નથી હોતાં.
બાળકના સર્વાંગી વિકાસને બદલે આખી વ્યવસ્થા પરીક્ષાલક્ષી બનીને રહી જાય છે. શાળાને કથળેલા ધોરણને ધ્યાનમાં રાખી વાલીઓને ટ્યુશનનો આધાર લેવો પડે છે.એમાં વાલીનો ખર્ચ બેવડાય છે અને બાળક પર અભ્યાસનું ભારણ. ખેલકૂદ અને અન્ય ઇતર પ્રવૃત્તિ માટે બાળક જરૂરી સમય ફાળવી શકતાં નથી.પરિણામે તેમનો વિકાસ સર્વાંગી બનવાને બદલે પરીક્ષાનું પરિણામ સુધારવા પૂરતો મર્યાદિત થઈ જાય છે. “ભાર વિનાનું ભણતર” માત્ર દીવાલ પર લખેલું સૂત્ર બનીને રહી જાય છે.
આપણે ડિજિટલ ભારતની વાત કરીએ છીએ ત્યારે ભારતની ચારમાંથી એક શાળામાં માંડ ઇન્ટરનેટ જોડાણ હશે નાણામંત્રી નિર્મલા સીતારામ એ આ વર્ષે શિક્ષણ બજેટમાં ડિજિટલ લાઇબ્રેરીની વાત કરી હતી પરંતુ જો ઇન્ટરનેટ જોડાણ જેવી જ સુવિધા જ ન હોય તો આ પ્રોજેક્ટ શાળાઓમાં સૂચિત કરવો કઇ રીતે શક્ય બને તે હવે જોવું જ રહ્યુ.