ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પસાર કરાયેલ કૃષિ બીલને આવકારતા જણાવ્યું હતુ કે આ બિલમાં ખાધ પદાર્થ જેવા કે અનાજ, દાળ અને ડુંગળીને નિયંત્રણ મુકત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અનાજ, કઠોળ, ખાધ તેલ, બટાકા, ડુંગળી આવશ્યક વસ્તુ હશે નહી ઉત્પાદન, સ્ટોરેજ, ડિસ્ટ્રબ્યુશન પર સરકારી નિયંત્રણ ખતમ થશે. ફૂડ સપ્લાય ચેનના આધુનિકીકરણમાં મદદ મળશે. ત્યારે વધુમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજે જણાવ્યું હતુકે આ બીલથી ખેડુતોને ફાયદો થશે, તેમજ આ બિલ સાચે જ ખેડુતને વચેટીયાઓ અને તમામ અવરોધોથી મૂકત કરશે તેમજ આ કૃષિ સુધારણાથી ખેડુતોને તેમની પેદાશો વેચવાની નવી તકો મળશે.જેનાથી તેના નફામાં વધારો થશે. જયારે આ આપણા કૃષિ ક્ષેત્રને આધુનિક તકનીકીપનો લાભ આપશે, ત્યાર ખેડુતોને સશકત બનાવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવેલ કે એમએસપી અને સરકારી ખરીદીની સિસ્ટમ થયાવત રહેશે અને ખેડુત તેની ઈચ્છાના માલિક બનશે તે ખેતરોમાં જ પોતાની પેદાશો કંપનીઓ,વેપારીઓ વગેરેને વેચી શકશે. મંડીઓ અને વચેટીયાઓની જાળમાંથી બહાર આવી શકશે કૃષિ પેદાશ વેપાર અને વાણીજય બિલ ઈકો સિસ્ટમ બનાવશે. ખેડુતોને તેમની પસંદગી પ્રમાણે પેદાશો વેચવાની અને ખરીદવાની સ્વતંત્રતા રહેશે અને ખેડુતોને પાક વેચવા માટે વૈકલ્પીક ચેનલ ઉપલબ્ધ થશે. જે તેમને પેદાશો માટે વળતર આપશે.
ત્યાર અંતમં ધનસુખ ભંડેરી અને નીતીન ભારદ્વાજે જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના આ કૃષિ બીલથી ખેડુતો કંપનીઓને પોતાની કિંમત પર પાક વેચી શકશે. ખેડુતોની આવક વધશે અને વચેટીયા રાજ ખતમ થશે. ત્યારે દેશના ખેડુતોને સશકત બનાવતા આ કૃષિ બીલને બંને અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.