રાજકોટ-શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે મ્યુનિસિપલ કમિશનર સાયકલ લઈને શહેરમાં ઓચિંતી મુલાકાતે નિકયા,જુદા જુદા વિસ્તારોમાં ભરાયેલ પાણીની પરિસ્થિતિ સાયકલ લઈને નિહાળી. શહેરમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ ધોવાયા છે અને પ્રિમોન્સૂલ કામગીરીની પણ પોલ ખૂલી ગઈ છે.
તેવામાં આ તમામ પરિસ્થિતીઓથી અવગત થવા માટે ખૂદ રાજકોટ મનપા કમિશ્નર બંછાનીધી પાની વહેલી સવારે એકલા અધિકારીઓને સાથે લીધા વગર જ સાયકલ લઈને નીકળ્યાં હતાં અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
કમિશનર લક્ષ્મીનગરના નાળા પાસે નિદર્શન કરતા જોવા મળ્યાં હતાં. બીજી તરફ તંત્રએ પાણીના ભરાયેલા ખાડામાં ઓઈલનો છંટકાવ શરૂ કર્યો છે અને સેલરમાંથી રસ્તા પર પાણી કાઢતા 11 પંપ કબ્જે કર્યાં છે.