ઇન્ટરનેશનલ જૂડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દેશનું નામ રોશન કર્યુ
ગીર-સોમનાથના ભાલપરા ગામના ખેડુતની દીકરી કુ. અર્ચના નાધેરાએ ફ્રાન્સ ખાતે ચાલી રહેલ વર્લ્ડ સ્કુલ ગેમ જુડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 40 કે.જી. જુડો સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કરી ભારત દેશનું નામ ગૌરવવંતુ કર્યુ હતું.
સોમનાથના ભાલકા મંદિર સાનિઘ્યમાં આવેલ ભાલકા સ્થિત તેમના પિતા નાથાભાઇ નાધેરા વિગતે વાત કહેતા કહે છે ઇન્ટરનેશનલ કક્ષાનો આ બીજો મેડલ તેણીએ જીત્યો છે. પ્રથમ કોમનવેલ્થ ચેમ્પીયનશીપમાં અને આજે વર્લ્ડ ઇન્ટર સ્કુલનો બીજો એવોર્ડ મળ્યો છે.
નાનપણથી જ અર્ચનાને સ્પોર્ટસમાં બહુ જ રસ જેથી ધોરણ 1ર પાસ કરી તેઓ નડીયાદ ત્યારબાદ સાણંદ સંસ્કાર ધામ ખાતે પ્રેકટીસ કરી આ સિઘ્ધી હાંસલ કરી છે.તેઓએ સ્પોર્ટસ સ્કુલ રાજકોટ ખાતે પણ અભ્યાસ કરેલ છે અને પ્રફોમન્સ આધારે ખેલો ઇન્ડીયા સ્કીમમાં તેઓ પસંદગી પામી ચુકેલા છે.
તેમની સાથુ ગુજરાતમાંથી કુલ ચાર સ્પર્ધકો ગયા હતા જેમાં બે યુવાનો અને બે યુવતિએા જેમાંથી તેમને એટલે કે અર્ચનાબેન નાધેરા એકને જ આ મેડલ મળેલ છે. ભાલપરાના નવા પ્લોટ, સીમશાળામાં અભ્યાસ કરી ચુકેલા અર્ચનાબેને રમતગમત ક્ષેત્રે ભારતનું નામ રોશન કરતા ભાલપરાના અગ્રણી વિક્રમ પટાટે અભિનંદન પાઠવી ગામનું રાજયનું અને રાષ્ટ્રનું ગૌરવ ગણાવ્યા હતા.
સોમનાથ પાસે આવેલા ભાલકા ગામમા રહેતા નાથાભાઈ નાઘેરા ની દિકરી કુ. અર્ચના નાઘેરાએ ફ્રાન્સ ખાતે યોજાયેલા વર્લ્ડ સ્કુલ ગેમ ઝુડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 40 કે.જી. ઝુડો સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ કરતા ખેડુત પરિવાર અને સમગ્ર ભાલપરા પંથકનું ગૌરવ વધારેલ છે.
તેમણે ઈન્ટરનેશનલ કક્ષાનું આ બીજો મેડલ જીત્યો છે. પ્રથમ કોમનવેર્લ્થ ચેમ્પીયનશીપમા અને આજે વર્લ્ડઈન્ટર સ્કુલનો એવોર્ડ મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધારેલ છે.