રીબડા ગુરૂકુળ ખાતે શ્રધ્ધાંજલી સભા અને સાક્ષરો, લેખકો કવિઓનો સન્માન સમારોહ યોજાયો
ગુરુકુલ પરંપરાના આદ્યપ્રણેતા પૂ.શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના જીવનને કેન્દ્રમાં રાખીને એમના કૃપાપાત્ર શિષ્ય વિદ્વાન સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ છ ભાગમાં ઐતિહાસિક ધર્મજીવન ગાથા નામના મહાગ્રન્થનું લેખન કરેલછે.આ મહાગ્રન્થના સમર્પણ પ્રસંગે ઉપરોકત વિષયને કેન્દ્રમા ંરાખીને ધર્મજીવન સત્રનું રીબડા (રાજરોટ) ગુરુકુલ ખાતે આયોજન કરવામાં આવેલ.એસજીવીપી ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામી શ્રદ્ધાંજલિ સભા રીબડા ગુરુકુલ ખાતે રાખવામા આવેલ હતી.
આ પ્રસંગે ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી અને કલાકાર વિનોદભાઇ પટેલે સંત મહિમાના કિર્તનો ગાયા હતા. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પુરાણી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પુરાણી ભકિતપ્રકાશદાજી સ્વામી સાદા, સરળ અને બાળક જેવા નિર્મળ સ્વભાવના અને અજાતશત્રુ હતા.આ પ્રસંગે દિલીપભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન દાસજી સ્વામી તો વાત્સલ્ય મૂર્તિ હતા.તાજેતરમાં વડાપ્રધાન નરેદ્ર ભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થયેલ તે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ધર્મજીવન ગ્રન્થ અદભૂત છે એ છ ભાગ વાંચવાથી આપણામાં પડેલ દોષો છે નાશ પામે છે.
આ પ્રસંગે સાક્ષર ભદ્રાયુભાઇ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે આ માધવપ્રિય દાસજી સ્વામી લિખિત ધર્મજીવનગાથાની તો પારાયણ થાય તો વધુ સારું.આ પ્રસંગે જગદીશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પુરાણી સ્વામી જવાથી ગુરુકુલને તો ખોટ પડી છે પણ સારાયે સંપ્રદાયને ખોટ પડી છે.
અખંડ ભગવત પરાયણ અને યજ્ઞ અનુષ્ઠાન પ્રિય એવા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતા રીબડા (રાજકોટ) ગુરુકુલ ખાતે શ્રદ્ધાંજલિ સભા તથા ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સદવિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સેવા પ્રવૃતિઓ જેનો પ્રાણ છે એવા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ધર્મજીવન ગ્રન્થના ભવ્ય સમર્પણ પ્રસંગે જેનું રાષ્ટ્રીય કક્ષાએ નામના છે એવા સાક્ષરો, લેખકો અને કવિઓનું ગુરુકુલ એસજીવીપીના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વરદ હસ્તેસન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માનિત સાક્ષર મહાનુભાવો હતો. જગદીશ ત્રિવેદી-હાસ્યકલાકાર અને સમાજ સેવક, ડો. ભદ્રાયુ વચ્છરાજાની શિક્ષણવિદઅને લેખક,3. દિલીપ ભટ્ટ – લેખક અને વક્તા, સંજુ વાળા – કવિ, 5.જ્વલંત છાયા – પત્રકાર લેખક, મિલન ત્રિવેદી – હાસ્યકલાકાર, લેખક, ગુણવંત ચુડાસમા – હાસ્યકલાકાર અને લેખક, ચંદ્રેશ ગઢવી – હાસ્યકલાકાર, રાજુ યાજ્ઞિક – અભિનેતા અને ઉદઘોષક, સંજય કામદાર – અભિનેતા અને ઉદધોષક, ભરત ત્રિવેદી- નાટ્ય દિગ્દદર્શક, . તેજસ પટેલ – હાસ્યકલાકાર, દેવર્ષ ત્રિવેદી – રેડિયો કલાકાર, ડો.મનોજ – જોષી શિક્ષણવિદ-લેખક-ગાયક, અતુલ પુરોહિત – શિક્ષણ સમિતિ અધ્યક્ષ, પુજા તન્ના – કવયિત્રી સંચાલિકાનો સમાવેશ થાય છે.