બ્રહ્માનંદ ધામના મહંત મુકતાનંદ બાપુએ બન્ને ટીમોને ટ્રોફી એનાયત કરી
વિવો ભકતકવિ નરસી મહેતા યુનિવસિટી આયોજીત આંતર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય આ ટુર્નામેન્ટમાં જુનાગઢની સી.એલ. કોલેજ વિજેતા આ ટુર્નામેન્ટમાં કુલ ૧૩ ટીમે ભાગ લીધો હતો અને વિજેતા ટીમને મુકતાનંદ બાપુ તથા યુનિવર્સિટીના અધિકારીઓએ અભિનંદન પાઠવીયા વિસાવદર નજીક બ્રહ્માનંદ ધામ ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જુનાગઢની ભકતકવિ નરસી મહેતા યુનિવર્સિટીની આંતર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ અને ટુર્નામેન્ટની ફાઇનલમાં જુનાગઢની કોમર્સ કોલેજ અને પોરબંદરની માધવાની કોલેજ વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી જેમાં જુનાગઢની ટીમે પહેલા બેટીંગ કરતા ર૦ ઓવરમાં ૮ વિકેટના ભાગો ૧ર૪ રન કરેલા હતા. એના જવાબમા માધવાની કોલેજ ૧૮ ઓવરમાં ૭૦ રન કરી ઓલઆઉટ થતા પ૪ રને જુનાગઢની ટીમ વિજેતા થયેલ હતી. વિજેતા ટીમ તથા રનસ ટીમને ઓલ ઇન્ડીયા સાધુ સમાજના પ્રમુખ અને બ્રહ્માનંદ ધામના મહંત મુકતાનંદ બાપુ એ બન્ને ટીમોને ટ્રોફી આપેલ હતી. અને જીવનમાં ઉતરો ઉતારી પ્રગતિ કરો તેવા આશીર્વાદ પણ પાઠવેલ હતા આ કાર્યક્રમના સમારોહમાં યુનિવર્સિટીના વીસી ડોકટર ચેતન ત્રિવેદી, વીસી મેમ્બર ચંદ્રેશભાઇ હેરમા તથા જુનાગઢ ક્રિકેટ એસો.ના પ્રમુખ પાર્થ કોટેચા તેમજ એમ પી ત્રાડા પ્રિન્સીપાલ ઉ૫સ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટ શાંતિ પૂણ ર રીતે સમાપ્ત થઇ હતી.