એમ.એ.ગુજરાતી વિષય સેમ-૨નું ૭૫.૨૩%, સેમ-૪નું ૬૫.૬૭% પરિણામ જાહેર

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગઇકાલે બીજા તબક્કાની તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી. બીજા તબક્કાના અંતે વિવિધ કેન્દ્રો ઉપર કુલ ૩૧ કોપીકેસ નોંધાયા હતા. પ્રથમ તથા બીજા બન્ને તબક્કામાં કુલ ૨૭૪૮૬ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાં ગેરહાજર રહેલા સિવાયના તમામ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ તથા સ્વસ્થચિતે પરીક્ષા આપી હતી.

કોરોના સામેની તકેદારી રૂપે માસ્ક પહેરવું, સેનીટાઈઝરનો ઉપયોગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પરિક્ષા દરમિયાન ચુસ્ત રીતે પાલન કર્યું હતું. બન્ને તબક્કાની પરીક્ષાઓ દરમ્યાન વિવિધ કેન્દ્રો ઉપર સ્ક્વોડ તથા ઈઈઝટ મોનીટરીંગ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તમામ પરીક્ષાઓ સવાર તથા બપોર એમ બે સેશનમાં યોજવામાં આવી હતી. પ્રથમ તબક્કાની પરીક્ષામાં ૧૩૪૬૭ પરીક્ષાર્થીઓ તથા બીજા તબક્કાની પરીક્ષામાં ૧૪૦૧૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.

વહેલી તકે તમામ પરીક્ષાઓના પરિણામો આપી દેવાનું કુલપતિએ જણાવ્યું હતું. જે અનુસંધાને પરીક્ષા પૂર્ણ થયાના ત્રીજા જ દિવસથી સતત છટ્ઠા દિવસ સુધી કુલ ૭ પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ગઇકાલે એમ.એ. ગુજરાતી વિષયનું સેમેસ્ટર ૨ નું ૭૫.૨૩ ટકા અને સેમેસ્ટર ૪ નું ૬૫.૬૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુન:મૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક  http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઈન અરજી કરી શકશે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.