કૃલપતિ પ્રો.ડો. ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં સ્પર્ધાત્મક પરીક્ષાનું ઓનલાઇન માર્ગદર્શન અપાયું

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા નવેમ્બર-૨૦૨૦મા આવનાર ( સમાજશાસ્ત્ર)ની યુજીસી નેટ ની પરિક્ષા ને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે પ્રશિક્ષણમ્ અંતર્ગત એક ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીનું તારીખ ૨૫/૦૯ /૨૦૨૦ થી તારીખ ૦૬/૧૧/૨૦૨૦ સુધી આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનીગ પ્રોગ્રમમાં ગુજરાતની જૂદી જૂદી યુનિવર્સિટીમાંથી ૨૭૧ જેટલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવેલ. કાર્યક્રમનો પ્રારંભ તા.૨૫/૦૯/૨૦૨૦ નાં રોજયુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદી સાહેબની અધ્યક્ષાતામાં કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતની જૂદી જૂદી યુનિવર્સિટીમાંથી તેમજ ગુજરાત બહારથી વિષય નિષ્ણાંતોએ યુજીસી નેટનાં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી ૨૫ જેટલા જૂદા જૂદા વિષયો પર વ્યાખ્યાન  આપ્યા હતા.  સમાજશા વિષયનાં અભ્યાસક્રમ ને ધ્યાનમાં રાખી ૨૦ જેટલા વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. જ્યારે નેટના પ્રથમ  પેપરના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી ૫ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યા હતું. જેમાં રીજનીગ, શૈક્ષણિક અભી યોગ્યતા, કોમ્પુટર અને કોમ્યુનિકેશન સ્કીલ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. રોજ પ્રત્યેક સેશનના અંતે એક ૧૫ પ્રશ્નોની ટેસ્ટ ગુગલ ફોર્મના માધ્યમથી લેવામાં આવતી. આજે તારીખ ૦૬/૧૧/૨૦૨૦ નાં રોજ અંતિમ સત્રમાં ગુજરાતના જાણીતા સમાજ વૈજ્ઞાનિક ડો. ગૌરાંગ જાની  સામાજિક પરિવર્તન અને પ્રક્રિયા પર વ્યાખ્યાન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમના અંતે તમામ પ્રતિભાગીઓ માટે એક ૨૦૦ ગુણની મોક ટેસ્ટ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓને આવનાર નેટની પરિક્ષામા ખુબ ઉપયોગી થશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષડો. જયસિંહ બી ઝાલા દ્વારા કરવામાં આવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદી સાહેબે પ્રશિક્ષણમ ટ્રેનીગ પ્રોગ્રામના સફળ આયોજન બદલ વિભાગને અભિનંદન આપ્યા છે  તેમજ વિદ્યાર્થીઓને આવનારી પરિક્ષામા સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.