ભજિયાનું નામ પડતાં જ રાજકોટવાસીઓને મયુરના ભજિયા તરત યાદઆવી જાય
રીમઝીમ બારિશમાં ભજિયા તો ચાહીયે હી ચાહીયે, ભજિયાનું નામ પડતાં જ રાજકોટમાં મયૂરના ભજિયા તરત યાદ આવી જાય. ભજિયાના મામલે મયૂરનો જોટો જડે તેમ નથી. રાજકોટની સ્વાદશોખિન પ્રજા માટે મયૂર ભજિયાની અવનવી વેરાયટી બનાવે છે.
રાજકોટનું ખુબ પ્રખ્યાત ખાણું એ રાજકોટવાસીઓનો શોખ છે ત્યારે મેઘમહેર ઋતુમાં મેઘરાજા વરસતા હોય અને ગરમ ચટાકેદાર વસ્તુ તો ખાવી ગમે જ છે ત્યારે ભજિયાનુ નામ પડતાં જ મયુરના ભજિયા રાજકોટના તરત યાદ આવી જ જાય છે. ત્યારે જોઇએ કે શું છે મયુર ભજીયાની ખાસિયત ચાલો વાંચીએ મયુર ભજિયાની ખાસિયત એ છે કે તેના ભજિયા એકદમ તાજા અને નહિવત તેલ ભજિયામાં રહે છે એ ઉપરાંત ભજિયા સોફટ હોય છે. ફૂલવડી, લસણિયા, બટાકા વડા, બટેટાની પતરી, મરચાના ભજિયા, દાળવડા આટલી વેરાવટી મયુર ભજિયા આપે છે.મયુરના ભજિયા ખાવા માટે લોકો સૌરાષ્ટ્રમાંથી સ્પેશ્યલ રાજકોટમાં ખાવા માટે આવે છે.
મયુરનો ઇતિહાસ જોઇએ તો ઉપલેટાથી ૧૯૭૩માં મયુર ભજિયાની શ‚આત કરેલી. મયુર ભજિયાની કવોલીટી અને સર્વીસ એટલે કસ્ટમર સટિસફેકશનઅને લોકોને જે ઇચ્છા હોય તે ભજિયા ગરમ ગરમ બનાવીને આપે છે. તાજા જ લોટમાં સાજીના ફૂલ (સોડા), મીંઠુ અને પાણી બસ આટલું જ ઉમેરી ગરમ ભજિયા બનાવવામાં આવે છે. એ ઉપરાંત ફૂલવડીમાં તાજી મેથી અને તમામ પ્રકારનો ગરમ મસાલો નાખી ફૂલવડી બનાવવામાં આવે છે. મરચાના ભજિયામાં જે મસાલો બનાવવામાં આવે છે કે મસાલામાં તજ-લવીંગ, ગરમ મસાલો આ બધુ મિશ્રણ કરી તે મરચાના ભજિયા બનાવવામાં આવે છે. મયુર ભજિયાની કવોલીટી વર્ષોથી એક જ છે.
ભજિયામાં લોકોને વધુ પડતાં લસણિયા અને ફૂલવડી એ ખુબ જ પ્રિય છે. માટે જ લોકો પોરબંદર, ગોંડલ, તેમજ આજુબાજુના વિસ્તારમાંથી ભજિયા ખાવા માટે રાજકોટમાં સ્પેશ્યલ આવી રહ્યા છે.
તેમાં પણ હાલ ચોમાસાની પુરબહાર ચાલી રહીછે ત્યારે ભજિયા તો કેવી રીતે ભૂલી શકાય તો આ રીતે ૧૯૭૩ની સાલથી હાલ સુધી મયુરના ભજિયા પ્રખ્યાત તો નહિ પણ જગપ્રખ્યાત છે.
ભજિયાની સાથે ચટણી ન હોય તો મજા ન આવે ત્યારે મયુરના ભજિયાની સાથે અહીંની ચટણી પણ એટલી લાજવાબ છે. એ ચટણીની પણ એક ખાસિયત છે. એ છે ત્યાંની લસણવાળી તીખી ચટણી કે જે પોતે જ બનાવે છે અને એ પણ ખુબ જ સરળ રીતે ત્યારે સુકા લાલ મરચાને ગરમ પાણીમાં પલાળી ત્યારબાદ તેને મિકસચર કરી એ ખુબ તીખાશ વાળી ચટણી બને છે એ જ રીતે ખજુર આંબલીની મીઠી ચટણી પણ બનાવાય છે. ત્યારે લીલી ચટણી બનાવવા માટે તેઓ મરચા અને લીંબુ, ખાંડ બધુ ઉમેરીને કરવામાં આવે છે તો મયુર ભજિયાની ચટણી પણ એટલી જ લાજવાબ છે જેટલા ભજિયા.