૮ હજારથી વધુ ભકિતગીતો ગાવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા સરગમ કલબ દ્વારા વિશેષ બહુમાન કરાશે.
રાજકોટના ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણનું તાજેતરમાં ૮૦૦૦ થી વધુ ભક્તિગીતો ગાવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નો એવોર્ડ એનાયત કરીને સન્માન કરાયું હતું. આ વાતને લઈને તેઓને ઘરઆંગણે સત્કારવા એટલે કે રાજકોટ ખાતે સન્માનિત કરવા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૯-૦૫-૨૦૧૮ ના રોજ સાંજના ૪ થી ૭ વાગ્યા દરમિયાન શહેરના હેમુ ગઢવી હોલ ખાતે સરગમ કલબના સહકાર વચ્ચે યોજાનાર હેમંતભાઈ ચૌહાણના સન્માન સમારોહમાં રજીસ્ટ્રાર અને અહલ્યા યુનીવર્સીટી નેશનલ કવિ પ્રો.ડો.રાજીવ શર્મા, શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌત, સુરતના ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયા, રાજકોટના ડીસીપી ડો.કરણરાજ વાઘેલા, એડવોકેટ, પ્રેસિડેન્ટ, સુપ્રીમ કોર્ટ, વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ-લંડન સંતોષ શુક્લા, તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં ફેઈમ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી, મધ્યપ્રદેશના આઈપીએસ, આઈજીપી પોલીસ અધિકારી વિક્રમ હરીશ ત્રિવેદી, અભિનેત્રી આસીમા શર્મા, મીનીસ્ટ્રી જ્ઞર કલ્ચર-કેન્દ્ર સક્રકારના ડો.ભારત શર્મા તેમજ અંત્યોદય વિકાસ નિગમના ગૌત્તમભાઈ દેડિયા અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
કુલાધીપતિ, સાગર સેન્ટ્રલ યુનીવર્સીટી મધ્યપ્રદેશના બળવંત જાનીના કાર્યક્રમ સંચાલન વચ્ચે હેમંતભાઈ ચૌહાણને બિરદાવવા, અશ્રીવચન આપવા ભવનાથના મહામંડલેશ્વર ૧૦૦૮ પૂજ્ય વિશ્વંભર ભારતીબાપુ, સવૈયાનાથ સમાધિસ્થળના શંભુનાથબાપુ-જાંજરકા (ભાજપ,સાંસદ) વનાળાના મહામંડલેશ્વર ૧૦૦૮ પૂજ્ય મહેન્દ્રાનન્દગીરીજી બાપુ, ઘાંટવડ-જાગીરના પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, ભવનાથ જુનાગઢના પુ.શેરનાથ બાપુ, સાવરકુંડલાના મહામંડલેશ્વર ગોવિંદરામ બાપુ, નવતાલ રામાપીર મંદિર અમદાવાદના ધનસુખબાપુ, બાંદરાના ગોરધનબાપુ, આમરણના ગુલાબદાસબાપુ, ઘોઘાવદરના નાનાક્દાસબાપુ અને શામળદાસબાપુ, તથા બજરંગદાસબાપુ આશ્રમ અમદાવાદના છાયાદાસબાપુ ખાસ હાજર રહેશે.
તો સમારોહના અતિથી કલાકારો તરીકે પદ્મશ્રી પ્રહલાદસિંહ ટીપાનીયા(મધ્યપ્રદેશ), કીર્તીદન ગઢવી, કરશન સાગઠીયા, ધીરુભાઈ સરવૈયા, બિહારી હેમુ ગઢવી, પ્રકાશ માલી(રાજસ્થાન), હેમરાજ ગોયેલ(રાજસ્થાન), ફકીરાખાન ખેતાખાન તથા જકીરખાન (બંને રાજસ્થાન) હાજર રહી આયોજકોનો ઉત્સાહ વધારશે તેવું હેમંત ચૌહાણ સન્માન સમિતિ તથા સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,