મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૈયુજી મહારાજે પોતાને જ ગોળી મારી છે. પ્રાથમિક માહિતી મુજબ ભૈયુજી મહારાજે પોતાના નિવાસસ્થાન પર જ પોતાને ગોળી મારી દીધી છે. ભૈયુજી મહારાજને સારવાર માટે ઈન્દોરની બોમ્બે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશ સરકારે પ્રદેશમાં જે પાંચ સંતને રાજ્ય મંત્રીનો દરજ્જો અપાયો છે તેમાંથી એક ભૈયુજી મહારાજ પણ હતા, જો કે તેઓએ આ ઓફર ફગાવી દીધી હતી.

કોણ છે ભૈયુજી મહારાજ?

ભૈયુજી મહારાજને રાજકીય રીતે તાકાતવર સંત ગણવામાં આવતા હતા.ભૈયુજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ છે અને તેમના પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા રહ્યાં છે.ભૈયુજી મહારાજનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા અન્ના હજારેને મનાવવા માટે UPA સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. જે બાદ અન્નાએ જ્યૂસ પી પોતાનું અનશન તોડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.