ભાયાવદર: દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાયાવદર ભારતીય જનતા પાર્ટીનુ સ્નેહ મિલન કાર્યક્રમ અહીંના જલારામ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો જુદા જુદા સમાજના પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સહિત  3000 થી વધુ આગેવાનો ની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  તેમજ આ પ્રસંગે આવનારી ભાયાવદર નગરપાલિકાની પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં તમામ આગેવાનોએ એકી અવાજે ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય અપાવી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હાથને મજબૂત કરવા નો સંકલ્પ લીધેલ હતો.

આ સાથે આ સ્નેહ મિલન મા જિલ્લા ભાજપના ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા શહેર ભાજપ પ્રમુખ અતુલભાઈ વાછાણી મહામંત્રી સરજુભાઈ માકડીયા દીપકભાઈ મેઘાણી જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રેખાબેન સીણોજીયા તથા ભાયાવદર ભાજપ ના દરેક મોરચાના પ્રમુખો હોદ્દેદારો કાર્યકરો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમ સફળ બનાવેલ અંતમાં સૌ સમૂહ ભોજન કરી છુટા પડ્યા હતા

કિરીટ રાણપરીયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.