નાના ભાઇના આઠ વર્ષના પુત્રને દારૂ પીવડાવી મોટા બાપુએ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરતા ઢીમ ઢાળી લાશને ખેતરમાં ફેંકી દીધી

સુત્રાપાડાના ટીંબડી ગામે આઠ વર્ષના માસુમ બાળકને સગા મોટા બાપુએ દારુ પીવડાવી તેના પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરતા ઉશ્કેરાયેલા બાળકના પિતા અને તેના સાળાએ મળી તિક્ષ્ણ હતિયારથી હુમલો કરી  મોતને ઘાટ ઉતારી લાશને ખેતરમાં ફેંકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ગાંગેથા ગામના વતની અને સુત્રાપાડાના ટીંબડી ગામે રહેતા બનેવી જગમાલભાઇ ઉર્ફે જગાાભાઇ પરબતભાઇ બારડની વાડીએ ખેત મજુરી કરતા હરીભાઇ ગીગાભાઇ મોરી નામના યુવાની તેના સાગા ભાઇ ભૂપત ગીગાભાઇ મોરી અને તેના સાળા દિનેશ વાઘેલાએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી દીધાની જગમાલભાઇ બારડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભૂપતભાઇ મોરી અને ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતા સાળા દિનેશભાઇ વાઘેલા ટીંબડી ગામે બે-ત્રણ વર્ષથી ખેત મજુરી કરે છે. એકાદ વર્ષ પહેલાં હરીભાઇ મોરી પણ ટીંબડી ગામે જગમાલભાઇ બારડની વાડીએ ખેત મજુરી માટે આવ્યા હતા. તેઓ ત્રણેય ખેતરમાં બનાવેલા મકાનમાં રહે છે. ગતરાતે હરીભાઇ મોરીએ પોતાના નાના ભાઇ ભૂપતભાઇ મોરીના આઠ વર્ષના પુત્ર અશ્વિન મોરીને દારુ પીવડાવી તેના પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરતો હોવાનું જોઇ જતા ભૂપતભાઇ મોરી અને તેના સાળા દિનેશ વાઘેલાએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરપીણ હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. સુત્રાપાડા પોલીસ મથકના પી.એસ.આઇ. આર.આર.ગરચર સહિતના સ્ટાફે ભૂપત મોરી અને તેના સાળા દિનેશ વાઘેલાની સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.