બોલીવુડના ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાન હવે દબંગગીરી કરશે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે. અભિનેતા સલમાન શુક્રવારે મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર સાથે મુલાકાત કરી હતી. વેપન લાયસન્સ એટલે કે હથિયારનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી પત્ર મળ્યા બાદ અભિનેતાએ સ્વ બચાવ માટે મુંબઈ સીપી ઓફિસમાં વેપન લાયસન્સ માટે અરજી કરી હતી .

સલમાન ખાનના વ્યવહારના કારણે તૂટી ગયો એશ્વર્યા સાથેનો સંબંધ

Untitled 5 24

સલમાન ખાન અને એશ્વર્યા રાયનું અફેર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત અફેરમાંનું એક રહ્યું છે. બંને એક સમયે એકબીજાના પ્રેમમાં પાગલ હતા. ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જ્યારે તેમના અચાનક બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા. આ સબંધ તુટવા પાછળનું એક કારણ એશ્વર્યા સલમાનના વ્યવહારને પણ ગણાવ્યો હતો . અભિનેત્રી ઐશ્વર્યા રાયે પોતાના ખુલાસામાં કહ્યું હતું કે સલમાન ખાન તેના પર હાથ ઉપાડતો હતો. ઘણી વખત તેમની વચ્ચે નાની-નાની વાતોને લઈને દલીલો થતી હતી. ત્યારે સલમાન ખાનના સાયકો જેવા વ્યવહારના લીધે એશ્વર્યાએ તેના સાથેના સબંધો પર વિરામ મૂકી દીધો હતો.

વર્ષો પહેલા કાળીયાર હરણનો કર્યો હતો શિકાર

1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયાર હરણનો શિકાર કરવાનો આરોપ હતો. સલમાન ખાન દ્વારા કાળીયાર હરણની ગોળી મારીને શિકાર કરવામાં આવો હતો. આ કેસમાં અન્ય આરોપીઓમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે જેવા ફિલ્મ સ્ટારો હતા. ત્યારે હવે તેમણે પોતાની રક્ષા માટે મુંબઈ પોલીસ પાસે વેપન લાયસન્સની માંગ કરી છે.

હિટ એન્ડ રન કેસમાં પણ સંડોવાયેલા છે ભાઈજાન

Untitled 5 25

હિટ એન્ડ રનની આ ઘટના 28 ઓક્ટોબર, 2002ના રોજ બની હતી, જેમાં સલમાનની મુંબઇના બાંદ્રા વિસ્તારમાં એક દુકાનની બહાર ફૂટપાથ પર સૂતેલા પાંચથી વધુ લોકો પર લેન્ડક્રૂઝર કાર ચડાવી દીધી હતી આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

હિટ એન્ડ રન કેસ, કાળીયારને ગોળી મારી હત્યા કરવાના અને એશ્વર્યા પર હાથ ઉપાડવા જેવી ઘટનાઓ સાથે જોડાયેલા હોવા છતાં ભાઈજાને વેપન લાયસન્સની અરજી કરી છે. શું સલમાન ખાન હથિયાર મેળવીને રીયલ લાઈફમાં દબંગગીરી કરવા ઈચ્છે છે ? શું મુંબઈ પોલીસ દ્વારા તેમની અરજી સ્વીકારવામાં આવશે તે જોવાનું રહ્યું !!!

બોલીવુડમાં એવી પણ ચર્ચા છે કે સલમાન ખાનની મંડળી જ બોલીવુડમાં કઈ હિરોઈનને તક આપવી અને કોને સફળ થવામાં મદદ કરવી તે નક્કી કરતી હોય છે તેનાથી ઉલટું કોને સફળ ન થવા દેવા એ પણ તેમના દ્વારા નક્કી કરવામાં આવે છે તેવા આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. આમ છુપી રીતે પણ તેમના ઘણા દુશ્મન હોય શકે ત્યારે તેમને સ્વ બચાવ માટે વેપન લાયસન્સની અરજી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.