વિશ્વના હવાઈ ઈતિહાસમાં જૂજ એવી સિંગલ પેસેન્જર ફલાઈટની ઉડાનો હોય છે કે જેમાં એક વ્યક્તિ માટે જ આખુ પ્લેન ઉડ્યું હોય
180 ટનના વિશ્ર્વની સૌથી મોટુ બોઈંગ-777માં દુબઈ સુધી રૂા.8 લાખની કિંમતનું 17 ટન ઈંધણ બાળી રૂા.18 હજારમાં એક માત્ર પ્રવાસીને સફર કરાવી
વિમાનની મુસાફરી ભારે રોમાંચક ગણાય છે… તેમાં પણ જેણે ક્યારેય હવાઈ મુસાફરીનો અવસર ન મળ્યો હોય તેની કલ્પના અને હવાઈ મુસાફરીનો અનુભવ સ્વર્ગના સમણા જેવું હોય છે. પરંતુ 19મી મે એ મુંબઈથી દુબઈની ફલાઈટમાં વિશ્ર્વમાં અલગ અલગ દેશોમાં 240 ફલાઈટની મજા અને અનુભવ મેળવી ચૂકનાર સ્ટાર જેમ્સ ગ્રુપના સીઈઓને 19મી મે એ મુંબઈથી દુબઈ જતી ફલાઈટની સફર ભારે રોમાંચક અને જે સફરની મજા લાખો રૂપિયા ખર્ચતા ન મળે તે ઉઠાવવાનો રોમાંચ પ્રાપ્ત થયો.
પૈસા ખર્ચતા પણ અશક્ય એવી આ સફરમાં ભાવેશ ઝવેરી માત્ર રૂા.18000ની ટિકિટમાં 360 સીટર બોઈંગ-777માં ‘ભાયડો’ એકલો સફર કરવાની મજા માણી લીધી. હું જ્યારે બોઈંગ-777 એરક્રાફટ નજીક પહોંચ્યો અને દરવાજાની અંદર પગ મુકતાની સાથે જ પ્લેનના તમામ ક્રુ મેમ્બરો અને એર હોસ્ટેસે તાળીઓના ગડગડાટથી આવકાર આપ્યો ત્યારે મને એક અલગ જ અનુભવ થયો, પૈસા આપતાએ પણ જે રોમાંચનો અનુભવ શકય નથી તે મને નજીવા પૈસે મળ્યો.
મેં અત્યાર સુધી મુંબઈ અને દુબઈ તેમજ અન્ય સ્થળે બે દાયકામાં 240 વાર હવાઈ મુસાફરી કરી છે પરંતુ 19મી મે એ મુંબઈથી દુબઈ જે રીતે હું આખા પ્લેનમાં એકલો બેસીને સફર કરી હતી તે હંમેશા યાદગાર રહેશે.
મેં દુનિયા આખીમાં પ્લેનની મુસાફરી કરી છે પરંતુ ક્યારેય એર હોસ્ટેસ, કમાન્ડરોએ મારૂ આ રીતે સ્વાગત કર્યું નથી. એર હોસ્ટેસે જ્યારે મને કહ્યું કે, તમારે એકલી જ મુસાફરી કરવાનો રોમાંચ લેવાનો છે.
કોકપીઠમાંથી કમાન્ડરે બહાર આવી મને કહ્યું કે, ચાલો હું તમને પ્લેનમાં થોડી કંપની આપુ, મેં મારા પસંદગી અને નિવડેલા નંબર-18 વાળી 18-એની સીટ ઉપર બેસીને સીટબેલ્ટ પહેર્યો ત્યારે મને કહ્યું કે, તમે આખા પ્લેનમાં એક જ મુસાફર છો, પ્લેનની સફર પૂરી કરીને જ્યારે વિમાન લેન્ડિંગ થયું ત્યારે હું મારો સામાન લઈને નીચે ઉતર્યો ત્યારે પણ નજારો અલગ હતો.
છેલ્લા 20 વર્ષથી દુબઈમાં રહેતા ઝવેરી માટે આ એક અનોખો અનુભવ હતો. મુંબઈથી દુબઈ વચ્ચે પ્લેનની ઉડાન માટે બોઈંગ-777 180 ટન વજનનું આ મહાકાય વિમાનને દુબઈ સુધીની સફર માટે રૂા.8 લાખની કિંમતનું 17 ટન ઈંધણનો ખર્ચો આવે. આ લાખો રૂપિયાની ફલાઈટ કોસ્ટીંગ ધરાવતા બોઈંગ-777માં ભાવેશ ઝવેરીને માત્ર રૂા.18000માં વિમાનમાં એકલા બેસી સફર કરવાનો અવસર મળ્યો.
વિમાનમાં એકલા મુસાફરીના રોમાંચથી મને રાત્રે નિંદર જ નહોતી આવી. દુનિયામાં આવા સંજોગો ખુબજ ઓછા હોય છે. 15મી એપ્રીલે બોબપીઠ નામના મુસાફરને સાઉથ-વેસ્ટ એરલાઈન્સમાં યુડરડેલથી સેન્ટલુઈસ સુધી વિમાનમાં એકલા બેસવાની તક મળી હતી.
એકલા મુસાફરીનો લ્હાવો લેનાર ભાવેશ ઝવેરીનું પ્લેનમાં પગ મુકતાની સાથે જ ભવ્ય સ્વાગત
મુંબઈ થી દુબઈ જતી બોઈંગ 777ની 19મી મે ની ફલાઈટમાં પ્રવેશ કરનાર સ્ટાર જેમ્સ ગ્રુપના ભાવેશ ઝવેરીએ પ્લેનમાં પગ મુકતા જ ક્રુ મેમ્બરોએ એકમાત્ર મુસાફર તરીકે સ્ટેન્ડિંગ ઓવેશન આપી આવકાર્યા ત્યારનો માહોલ અલૌકીક હોવાનું વિશ્ર્વભરની હવાઈ મુસાફરી કરનારે જણાવ્યું.