રવિન્દ્ર જાડેજાએ એક જ ઓવરમાં 36 રન ફટકાર્યા, 3 વિકેટ ઝડપી શાનદાર જીત અપાવી
આઇપીએલ 2021 સીઝનની 19મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે યોજાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સપાટ વિકેટ પર રમાઈ હતી. પિચ સપાટ હોવાથી આ એક હાઈસ્કોરિંગ મેચ થાય એવી સંભાવનાઓ જણાઈ રહી હતી. ચેન્નઈ હંમેશા બેંગ્લોર પર હાવી થઈ છે, છેલ્લી 11 મેચમાં ચેન્નઈએ બેંગ્લોરની ટીમને 9 વાર પરાસ્ત કરી છે. રવિન્દ્ર જાડેજાએ પ્રથમ બેટિંગમાં 62 રન કર્યા હતા, ત્યારપછી બોલિંગ દરમિયાન 13 રન આપી 3 વિકેટ પણ લીધી હતી. જાડેજાએ 1 રન આઉટ પણ કર્યો હતો. જાડેજાએ બોલિંગ-બેટિંગ અને ફિલ્ડીંગમાં બેસ્ટ પરફોર્મન્સ આપીને બેંગ્લોરની કમર તોડી. જાડેજાએ અલગ અંદાજમાં સેલિબ્રેશન પણ કર્યું હતું.ઈમરાન તાહિરે કાઈલ જેમિસનને રન આઉટ કર્યો હતો. જેમિસને 13 બોલમાં 16 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ડેનિયલને રન આઉટ કર્યો હતો. ઈમરાન તાહિરે નવદિપ સૈની અને હર્ષલ પટેલને પેવેલિયન ભેગા કર્યા હતા. એબી ડિવિલિયર્સ પણ જાડેજાનો શિકાર થયો હતો. મેક્સવેલ 22 રન બનાવીને પેવેલિયન ભેગો થયો.
બેંગ્લોરએ વોશિંગ્ટન સુંદર અને મેક્સવેલની વિકેટ ગુમાવી હતી. દેવદત્ત પડ્ડિકલે 15 બોલમાં 34 રન બનાવીને શાર્દૂલ ઠાકુરનો શિકાર થયો હતો. બેંગ્લોરના દેવદત્ત પડ્ડિકલે આક્રમક શરૂઆત આપી હતી. વિરાટ કોહલી સેમ કરનનો શિકાર થયો હતો. 8 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. અંબાતી રાયુડુ 14 રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર થયો હતો. ફાફ ડુપ્લેસીસ પણ હર્ષલ પટેલનો શિકાર થયો 50 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. સુરેન રૈના 24 રન પર આઉટ થયો હતો. આ મેચમાં સુરેશ રૈનાએ પોતાના આઇપીએલ કારકિર્દીની 200મી સિક્સ ફટકારી હતી. સુરેશ રૈના આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર રોહિત, ધોની અને કોહલી પછી ચોથો ભારતીય બન્યો હતો. ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસીસે 74 રનની ભાગીદારી નોંધાવી હતી. આની પહેલા ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસીસે છેલ્લી કોલકાતા વિરૂદ્ધની મેચમાં 115 રનની ભાગીદારી નોંધાવી હતી. ચેન્નઈએ પ્રથમ પાવર પ્લેમાં 51 રન બનાવ્યા હતા. પહેલીવાર કોઈ ટીમે વાનખેડેમાં ડે-ગેમ દરમિયાન ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોય.
જાડેજાએ આક્રમક બેટિંગ: અંતિમ ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા
રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરી હતી. હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં 5 સિક્સ અને 1 નો બોલ સાથે 37 રન લુટાવ્યાં હતા. જાડેજાની 62 રનની ઈનિંગએ ચેન્નઈને મોટો લક્ષ્ય આપ્યો અને બેંગ્લોર સામે પહાડ જેવો લક્ષ્યાંક ખડકી દીધો. ક્રિકેટ ઇઝ એ મેન્ટલ ગેમ માફક મોટા લક્ષ્ય અને સામે ચેન્નઈ જેવી ટીમ પ્રતિસ્પર્ધી હોવાથી બેંગ્લોરના બેટ્સમેનો પર દબાણ ઉભું થયું હતું તે સ્પષ્ટ જોઈ શકાયું હતું. બેંગ્લોરની શરૂઆત જોરદાર હતી પણ બેટ્સમેનો આ ઝડપ જાળવી ન શક્યા હતા. જે બાદ એક પછી એક વિકેટ પડતી ગઈ હતી અને ફક્ત 100 રન પાસે જ બેંગ્લોરની ટીમે 9 વિકેટ ગુમાવી દીધી અને ટીમ 122 રન સુધી જ પહોંચી શકી હતી. જેથી આ મેચનો હીરો સૌરાષ્ટ્રનો સાવજ સાબિત થયો હતો.
જાડેજા-તાહિર સામે બેંગ્લોરના બેટ્સમેનોને ગોઠણીયે
ધોનીએ ટોઝ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ 4 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા હતા. બેંગ્લોરને મેચ જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ બેટિંગ કરી રહ્યા હતા. બેંગ્લોરે 9 વિકેટના નુકસાને 122 રન બનાવ્યા હતા. સીઝનની પહેલી મેચ રમતા ઇમરાન તાહિરે હર્ષલ પટેલ અને નવદીપ સૈનીને આઉટ કર્યો હતો. હર્ષલ શૂન્ય પર આઉટ થયો હતો. તે જ સમયે સૈની 4 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ બેટિંગની સાથે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ અદ્ભુત પ્રદર્શન દાખવ્યું હતું. જાડેજાએ 4 ઓવરમાં 13 રન આપીને3 વિકેટ ઝડપી હતી અને 1 રન આઉટ પણ કર્યો હતો.