મૈત્રીના રસાયણમાં હજારો કિલોમીટરમાં સુખ-દુ:ખ ઓગળી જાય: યે દોસ્તી હમ નdહીં તોડેંગે…
સોરી કહ્યા વગર માની જાય તે ભાઈબંધ: 335 બીસીમાં એરિસ્ટોટલે તેમના લખાણોમાં ઉપયોગિતાની મિત્રતા, આનંદ માટેની મિત્રતા અને સંપૂર્ણ મિત્રતાની વાત કરી હતી: 2011 થી તેનો દિવસ જુલાઈમાં ઉજવાય છે: પ્રાથમિક શાળાનાં મિત્રો જીવનભર યાદ રહે છે
કૃષ્ણ સુદામાની મૈત્રી મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે: તે એક અવિનાશીબંધન છે, જે ઘણા લોકોને જોડે છે: મિત્રો વગરનું જીવન શકય જ નથી, સારા અને ખરાબ સમયે તમારી પડખે ઉભો રહે છે: તમારા જીવનની બધી વાત જેને કહી શકો તે સાચો મિત્ર
ભાઈ બંધ, દોસ્ત, મિત્ર, સખા જેવા વિવિધ સંબંધોથી જે ઓળખાય તે આપણો પાકકોભાઈ બંધ દરેક માનવી સમજણો થાય એટલે તે જયાં રહેતો હોય તે વિસ્તારના કે તેના પાડોશીના તેની જેવડા બાળકો સાથે રમતા રમતા મિત્રતા કેળવે છે. પરિવારના સગા પણ શ્રેષ્ઠ મિત્રો હોય શકે તો, ઘણા સગાભાઈઓ પણ મિત્રની જેમ રહેતા હેાય છે. મિત્રતા એ પ્રાચિન કાળથી ચાલી આવતી પરંપરા છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ સખા ધર્મની વાતો સાથે બાળસખા કૃષ્ણ સુદામાની વાતો જાણીતી છે. 335 બીસીના કાળમાં એરિસ્ટોટલે તેમના લખાણોમાં ઉપયોગીતાની મિત્રતા, આનંદ માટેની મિત્રતા અને સંપૂર્ણ મિત્રતાની વાત કરી હતી.
મિત્રો ઘણા પ્રકારનાં હોય શકે પણ જેને આપણે સુખ દુ:ખની વાત કરી શકીએ તે આપણોસાચો મિત્ર હોય છે. આજના સ્વાર્થી યુગમાં ઘણા તકવાદી મિત્રો ફકત તેના કામ કે સ્વાથ પૂરતા જોડાતા હોય છે. પૃથ્વી પર વસતા તમામ માનવીનું જીવન મિત્ર વગર શકય જ નથી. મિત્રતા કે મૈત્રીના રસાયણમાં સુખ-દુ:ખના હજારો કિલોમીટર ઓગળી જાય છે. શોેલે ફિલ્મનું ગીત ‘યે દોસ્તી હમ નહી તોડેગે, તો ડેગે દમ મગર, તેરા સાથ ન છોડેગે.’માં જય વિરૂની મિત્રતા ખુબજ જાણીતી બની હતી. ઘણી હિન્દી ફિલ્મો ‘દોસ્તી’ના વિષય પર બની હતી અને સફળ પણ રહી હતી. દોસ્તારના લગ્ન હોય ત્યારે આજ મેરે યાર કી શાદી હૈ જેવા ગીતો સાથે ડાન્સ કરતા યુવા વર્ગ આજે દરેક પ્રસંગે અચુક જોવા મળે છે. 2011થી તેનો દિવસ જુલાઈ માસમાં અને ઓકટોબરમાં ફ્રેન્ડશીપ ડેની સાથષ વેલેન્ટાઈન વીકમાં પણ વિવિધ દિવસોની ઉજવણીમાં બોય ફ્રેન્ડ કે ગર્લ ફ્રેન્ડની વાતો ઘણી જાણીતી છે.
ભાઈબંધી એક અવિનાશી બંધન છે, જે ઘણા લોકોને જોડે છે. સારા અને ખરાબ સમયે જે તમારી પડખે સતત ઉભો રહે તે તમારો સાચો મિત્ર ગણી શકાય, આ ઉપરાંત તમારા જીવનની બધી વાત જે ને તમે કહી શકો તે પાકી ભાઈ બંધીની નિશાની છે. ભાઈબંધનો અર્થ જ છે કે જેની સાથે તમારે ભાઈ જેવું બંદન છે. બાળપણના ચડી ભાઈ બંધ બાદ શાળાના વર્ગ ખંડના મિત્રો જેમાં બાલમંદિર, પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક, હાઈસ્કુલ અને હાયર સેક્ધડરી કે કોલેજ ના મિત્રોનો સમાવેશ થાય છે. ભણતર પુરૂ કર્યા બાદ નોકરી-ધંધાના સ્થળે થતી મિત્રતા પણ આજ સંબંધ ગણાય છે, પણ જગ્યા બદલતી રહે તેમ તેમ નવા નવા મિત્રો આપણા જીવનમાં ઉમેરાતા જાય છે.
તમારી ઉંમર તમને દોસ્તી કરતા રોકી શકતી નથક્ષ, પણ તમારી મિત્રતા તમારી વધતી ઉમ્રને રોકી જરૂર રાખે છે. જીવનમાં યશ, કિર્તિ, લક્ષ્મી, પ્રેમ સાથે સંબંધોનું સરકયુલેશન વધતુ રહે એજ જીવનનો આનંદ છે. મિત્રની મિત્રતા એ જીવન સાથે વણાયેલી બાબત છે. આંખોથી વધુ સમજાવી દે, વગર વાંકે ધમકાવી દે, વગર બોલાવે આવી જાય, જેની ઉપર તમને વિશ્ર્વાસ હોય, તમારૂ દુ:ખ જેને રડાવી જાય એ તમારો દોસ્ત હોય છે. મિત્રોની ટોળીની ધીંગામસ્તી એક અનોખો આનંદ ઉત્સવ છે. મિત્રો સાથે ફરવા જવું કે ફિલ્મ જોવા જવું આજના યુવા વર્ગને બહુજ ગમતુ હોય છે. કોઈ જ કારણ વગર સૌથી વધુ ગમતી વ્યકિત એટલે મિત્ર.
મિત્રતાનો ઈતિહાસ જોઈએ તો 320-335 બીસીમાં એરિસ્ટોટલની વાત, 1935માં ઇસોગષ્ટના પ્રથમ રવિવારે તેનો દિવસ ઉજવાયો 1982 ફમસાં બેસ્ટ ફ્રેન્ડસ નામની બે લેખકોની સત્ય ઘટના આધારીત ફિલ્મ આવી હતી 2009માં ટાઈમ્સ સ્કવેર ખાતે રાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવાયો હતો. ન્યુર્યોકના સૌથી જાણીતા સ્થળે આજે પણ આ પ્રથા છેલ્લા દોઢ દાયકાથી ચાલુ જ છે. યુએન દ્વારા 2011માં જુલાઈ મહિનામાં મિત્રતા દિવસ ઉજવાયો હતો. આનો હેતુ સંસ્કૃતિ, લોકો, વ્યકિતઓ, અને દેશ દેશ વચ્ચે મિત્રતાને પ્રોત્સાહન આપવાનો હતો. વિશ્ર્વશાંતીની પહેલમાં સૌથી પ્રથમ મિત્રદેશો વચ્ચે જ કરાશે. આયાત નિકાસ જેવી બાબતોનાં કરાર થાય છે.
જૂના મિત્રોની ટોળી વરસમાં એક વાર મળે ત્યારે ખરેખર મોજ મસ્તી સાથે આનંદોત્સવમાં એક બીજા રંગાઈ જતા હોય છે. આજના યુગમાં તો ગર્લફ્રેન્ડ રાખવાનો ક્રેઝ છે, જેનો દુરઉપયોગ પણ થાય છે. દોસ્ત દોસ્તના રહા, પ્યાર પ્યાર ના રહા, જેવો તાલ પણ જોવા મળે છે. છોકરાને છોકરી સાથે છોકરીને છોકરા સાથે મિત્રતા હોય પણ તેમાં સંસ્કારીતાનું પ્રમાણ 100 ટકા હોવું જોઈએ. 1935માં ગાઢ મિત્રતાને શ્રધ્ધાંજલી આપવા જ આ દિવસ ઉજવાયો હતો. આજના સોશિયલ મીડિયાના યુગમાં એક બીજા મેસેજ, વિડીયોકોલ, જેવી ઘણી બધી રીતોથી સંબંધોને દિવસ રાત જોડી શકે છે. મિત્રતામાં પણ સારા ખરાબ અનુભવો થાય છે.
મિત્રશબ્દ સાંભળતા જ આપણો ભાઈ બંધ યાદ આવી જાય છે. આ સંબંધ અનોખો છે. અને બધા સંબંધોથી જ પર છે. દુનિયા આખી તમારો સાથ છોડી દે પણ તમારો મિત્ર તમારી પડખે અડીખમ ઉભો રહેતો હોય છે. આજે તો ઘણા તકવાદી મિત્રો રૂપીયા વાળા મિત્રોને પસંદ કરે છે. કારણ કે જલ્સા કરવા મળે. ગરીબ શ્રીમંત વચ્ચેની ખાઈ સંબંધોની આડે પણ આવે છે. મિત્રતા જીવનની એવી વસ્તુ હોય જેનો દિવસ ઉજવવાનો ન હોય પણ આજકાલ કોલેજ મિત્રો ફ્રેન્ડશીપ દિવસ ઉજવતા હોય છે. જે દેખા દેકીને કારણે થાય છે. મિત્રતા અને સંગત આ શબ્દો તમને સુધારે અને બગાડે પણ ખરા તેથી ભાઈ બંધી કરતા પહેલા સો વાર વિચાર કરવો એક બીજા પરનો વિશ્ર્વાસ મિત્રતાની ગાંઠ મજબૂત કરે છે. પણ આજે ભાઈ બંધ જ દગો આપે ત્યારે તમે શુ કરો? એક સાચો મિત્ર હજારો સંબંધોની ગરજ સારે છે. ઓગષ્ટના પ્રથમ રવિવારે મિત્રતા દિવસ ઉજવાય છે.
મિત્રો એટલે બે શરીર અને એક આત્મા, મિત્ર આપણી સફળતા જોઈને ખુશ થાય છે. આજના યુગમાં મૈત્રી કરવી સરળ છે, પણ તેને સાચવવી, નિભાવવી ઘણી મુશ્કેલ છે. આપણા જીવન પરિવર્તનમાં મિત્રો પણ સ્થળ સમયે બદલાતા રહે છે. એકાંત અને એકલતાના સમયમાં એક સારા મિત્રની દોસ્તી તમારૂ જીવન હર્યું ભર્યું કરી દે છે.
‘મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે ’
સમાજનો દરેક માણસ કોઈને કોઈ સંબંધોથી બંધાયેલો હોય
આપણા જન્મથીજ બાળક સાથે ઘણા સંબંધો જોડાયેલા હોય છે. એક કુટુંબ તરીકે વ્યકિતની આસપાસ તેના પારિવારીક સંબંધો જોડાયા હોય છે. સમજણ આવ્યા બાદ વ્યકિતની પસંદ પ્રમાણે તે પોતાની રીતે બાંધે તે મિત્રતા કે ભાઈ બંધી કહેવાય છે. સમાજનો દરેક માણસ કોઈને કોઈ સંબંધોથી જોડાયેલો હોય છે. મિત્રતા તુટે નહી એ માટે આટલી વસ્તુ યાદ રાખજો જેમાં મિત્ર સાથે જુઠું ન બોલવું, પૈસાથી મિત્રતાને દૂર રાખો, મિત્રતી કયારેય વાત ન છુપાવવી, મિત્રને મદદ કરવામાં પાછા ન પડો, જેવી ઘણી બાબતો ધ્યાન રાખશો તો સંબંધ બગડશે નહી. જીવનમાં એક બે એવા મિત્ર હોય જે મૃત્યુ સુધી સાથ આવે છે. મિત્રતા ગુંદરપટ્ટી જેવી હોય છે, એકવાર થૂંક લગાડીને ચોટાડી નાખો પછી, કાગળ ફાટી જશે પણ ગુંદર પટ્ટી નહી ઉખડે.