સર્વજ્ઞાતિના ભાવિકોની ૧૧ હજાર પોથીનું આયોજન: રાજકોટમાં આવતીકાલે મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન: લોહાણા આગેવાનો ‘અબતક ’ની મુલાકાતે
શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના આ વિશેષ આયોજનમાં કથા શ્રવણ માટે દેશ-વિદેશથીમાંથી પધારતા રઘુવંશી તેમજ અન્ય સમાજના સભ્યો માટે બપોરે કથાવિરામ બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ઉતારા, રહેણાંકની વ્યવસ્થા વ્યવસ્થા તમામ સભ્યોએ સ્વખર્ચે કરવાની રહેશે. આ અંગેના તમામ વિકલ્પો જેવા કે ટેન્ટ, હોટલો, સંસ્થાઓ તથા સઁલગ્ન ખર્ચની વિગતો તથા બુકીંગ માટેના નંબરો મહાપરીષદની વેબસાઇટ પર તથા પત્રિકામાં પ્રકાશીત કરવામાં આવશે.
પોથી યજમાન દ્વારા મેળવા ‚ા ૧૧૦૦૦ ના અનુદાનમાં માતૃમંદીર નિર્માણ, દરરોજ ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોકત રીતે ઘ્યાન પુજા અંતિમ દિવસે માતૃતર્પણની વિધી તથા આ તમામ દિવસો દરમ્યાન બંને સમયે ભોજન પ્રસાદની વ્યવસ્થા સામેલ છે. કથાના તમામ દિવસો દરમ્યાન વિશેષ રીતે નિર્માણ કરાયેલ પોથી મંદીરનું પુજન ઋષિકુમારો દ્વારા તથા અંતિમ દિવસે તર્પણવિધી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનીપાવન ઉ૫સ્થિતિમાં કરાવવામાં આવશે.
માતૃવંદનાના આ અભૂતપૂર્વ અવસરમાં આર્થિક રીતે સહભાગી થવા ઇચ્છતા દાતાશ્રીઓએ મહાજનશ્રી તથા સ્થાપિત સંસ્થાઓના પ્રમુખ તથા મંત્રી અથવા લોહાણા મહાપરિષદના હોદેદારોના સંપર્ક કરવો તથા સઁપૂર્ણ વિગતો ફોટો તથા ચેક સાથેના ફોર્મ અમદાવાદ ખાતે શ્રી લોહાણા મહાપરિષદના મઘ્યસ્થ કાર્યાલય પર મોકલી આપવા જણાવેલ છે.
તા. ૧ નવેમ્બરના રોજ માતૃતર્પણની સામાહુકિ વિધી કરાશે.
ભાગવત સપ્તાહની રોજબરોજની કામગીરી, સંકલન, વ્યવસ્થાકિય માર્ગદર્શન તેમજ વહીવટી સુગમતા અર્થે રાજકોટ ખાતે ભાગવન સપ્તાહ અંગેના આયોજનના મઘ્યસ્થ કાર્યાલય શરુ કરાઇ રહ્યું છે. તા.૩૦ જુલાઇ, રવિવારના રોજ રાત્રીના ૯ કલાકે સમગ્ર સમાજના શ્રેષ્ઠીઓની મંગલ ઉ૫સ્થિતિમાં યોગેશભાઇ પુજારા (અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, અક્ષર માર્ગ, શીલ્પા જવેલર્સની સામે, રાજકોટ) ને ત્યાં મઘ્યસ્થ કાર્યાલયના મંગલાચરણ કરાશે. કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના આશીર્વાદ મળે અને તેમના આશીર્વાદથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક સુફળતાપૂર્વક પૂર્ણ થાય તેવા ઉદેશ્યથી સાથમાં જ રવિવારે રાત્રેના ૯ કલાકેથી રાત્રીના ૧ર દરમીયાન મઘ્યસ્થ કાર્યાલય પર સમુહ હનુમાન ચાલીસા પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ખાતેના મઘ્યસ્થ કાર્યાલય અંગે શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોટક, ગર્વનર યોગેશભાઇ લાખાણી, વાઇસ ગર્વનર પરેશભાઇ ભુપતાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ ઉમંગભાઇ ઠકકર, મંત્રીઓ હિમાંશુભાઇ ઠકકર અને પિયુષભાઇ ગંઠા, ખજાનચી હિંમતભાઇ કોટક અને સાથી ટીમે રાજીપો વ્યકત કર્યો હતો.
સમગ્ર આયોજનની સફળતા અંગે લોહાણા મહાપરીષદના રાજકોટ સ્થિત ટ્રસ્ટીઓ વિણાબેન પાંધી (મો. ૭૫૦૬૧ ૭૧૮૩૮) નીતીનભાઇ રાયચુરા (મો. ૯૮૨૫૧ ૭૫૩૫૩) રાજકોટના લોહાણા મહાજનના પ્રમુખ અને શ્રી લોહાણા મહાપરીષદના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી તથા મિતલ ખેતાણી, સૌરાષ્ટ્ર વિભાગના સુરેશભાઇ ચંદારાણા, શૈલેષભાઇ ગણાત્રા, યોગેશભાઇ પુજારા, હસુભાઇ ભગદે, શ્રીમતિ શીલ્પાબેન પુજારા, શ્રીમતિ રીટાબેન કોટક, થેલેસેમીયા સમીતીના રાષ્ટ્રીય અઘ્યક્ષ ડો. રમેશભાઇ ભાયાણી, અશોકભાઇ હિંડોચા, નીતીનભાઇ નથવાણી, ભરતભાઇ રેલીયા, રન્તાબેન સેજપાલ સહીતના અગ્રણીઓ મહાપરીષદનું પુરી ટીમ જહેમત ઉઠાવી રહ્યાં છે.
ભાગવત સપ્તાહના રાજકોટ ખાતેનું મઘ્યસ્થ કાર્યાલય (અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, અક્ષર માર્ગ, શીલ્પા જવેલર્સની સામે, રાજકોટ) ખાતે દરરોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૫.૩૦ થી ૭.૩૦ દરમિયાન કાર્યરત રહેશે. જયાં ભાગવત સપ્તાહના રાજકોટના કાર્યાલય મંત્રી અશોકભાઇ કારીયા પોતાની સેવા આપશે.