- શ્રી બાવનજીભાઈ નથુભાઈ હિરપરા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત
- 22 થી 29 ડિસેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હાર માળા
25મીએ બુધવારે માયાભાઈ આહીરનો લોક ડાયરો તેમજ 27મીથી લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી પોતાની શૈલીમાં કલા પીરસશે પેટલા હાઇવે પરનો ફાર્મ હાઉસ વૃંદાવન ધામમાં ફેરવાયું: કથા દરમિયાન દરરોજ મહાપ્રસાદ તેમજ આવવા જવા માટે બસની સુવિધા
જેતપુર નજીકના પેઢલા માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના ધર્મ અવસરે ધર્મનું રાગીઓમાં ભારે હર્ષની લાગણી ઉભી કરી છે
અબ તકની મુલાકાતે આવેલા બાવનજીભાઈ નથુભાઈ હિરપરા ચેરીટેબલ ટ્રસ્ટ ના બીપીનભાઈ હિરપરા રાજુભાઈ હિરપરા બળવંતભાઈ ધામી હરેશભાઈ ગઢીયા એ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ધર્મોત્સવ ની વિગતો આપતા અબ તકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા ને જણાવ્યું હતું કે જેતપુર નજીક ધોરાજી રોડ પરના પેઢલા ગામે આવેલ “વૃંદાવન” બાલકૃષ્ણ ફાર્મ ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ ના ધર્મ લાભનો અવસર તારીખ 22 ડિસેમ્બર થી 29ડિસેમ્બર ઉજવાશે આ ધર્મ અવસરનો પ્રારંભ તારીખ 22 ડિસેમ્બર રવિવારે બપોરના 2 વાગે તત્કાલ હનુમાન ચોકડીથી કથા સ્થળ સુધી પોથી યાત્રાથી ધર્મ અવસર નો પ્રારંભ થશે બપોરના ત્રણ વાગ્યે જેતપુર મોટી હવેલીના બાલકૃષ્ણ લાલજી મહારાજ છારોડી ગુરુકુળના માધવ પ્રિય દાસ સ્વામી અને પૂર્વ મંત્રી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય વિધિ થશે 22 થી 29 ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહમાં જ્ઞાન યજ્ઞમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના શ્રીમુખી દરરોજ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી ભાવિકોની કથા શ્રવણનો લાભ મળશે દ્વિતીય કથા પૂર્ણ થયા બાદ ભાગવત મહાપ્રસાદ ના આ કાર્યક્રમમાં 26/12 ગુરુવારે સાંજે 7 વાગે કૃષ્ણ જન્મોત્સવ 28/12 શનિવારે સાંજે 7 વાગ્યે શ્રીકૃષ્ણ રુક્ષ્મણી વિવાહ અને 29/12 ના સવારે 9:30 થી1:00 વાગ્યા સુધી અંતિમ દિવસ ના કથા શ્રવણ બાદ મહોત્સવની પુર્ણાહુતિ કરવામાં આવશે આ મહોત્સવમાં વિશેષ કાર્યક્રમમાં 24/12 મંગળવારે રાત્રે 9 વાગે રાજકોટના દેવુભાઈ ભટ્ટ ગ્રુપ ની કૃષ્ણ લીલા 25/12 બુધવારે રાત્રે 9 વાગે માયાભાઈ આહીર નો લોક ડાયરો અને 27/12શુક્રવારે રાત્રે 9 વાગે ભીખુદાનભાઈ ગઢવી નો લોક ડાયરો યોજાશે આ ધર્મોત્સવ નો લાભ લેવા ભાવિકોને ગોલોકવાસી પરબતભાઈ બાવનજીભાઈ હિરપરા ,જીવરાજભાઈ બાવનજીભાઈ હિરપરા રાજુભાઈ બાવનજીભાઈ હિરપરા બીપીનભાઈ બાવનજીભાઈ હિરપરા જીતેન્દ્રભાઈ બાવનજીભાઈ હિરપરા ગ સ્વ પાર્વતીબેન પરબતભાઈ હિરપરા મણીબેન જીવરાજભાઈ હિરપરા પુષ્પાબેન રાજુભાઈ હિરપરા બેન બીપીનભાઈ હિરપરા નયનાબેન જીતેન્દ્રભાઈ હિરપરા ના નામે નિમંત્રિત કરવામાં આવ્યા છે હિરપરા પરિવાર ના ગોલોકવાસી પિતા બાવનજીભાઈ નથુભાઈ હિરપરા અને માતૃશ્રી રાણીબેન હિરપરા ની પ્રેરણાથી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં ભાવિકોની અવરજવર માટે આસપાસના ગામોમાં નિશુલ બસ વ્યવસ્થા રાખવામાં આવી છે