૧૭મીથી જ્ઞાનયજ્ઞનો પ્રારંભ ૧.૫૦ લાખ ફૂટથી વધુનો ડોમ એરીયા
પૂ. શ્યામભાઇ ઠાકરની વાણીનો લાભ લેશે લાખો શ્રઘ્ધાળુઓ
સપ્તાહ દરમ્યાન લોકડાયરો, દાંડીયા રાસ, શ્રીનાથજીની ઝાંખી જેવા ધર્માનુષ્ઠાનો
દરરોજ ૧પ૦૦૦ થી વધુ ભાવિકો લેશે ભોજન પ્રસાદ
મુખ્યમંત્રી રૂપાણી, અમિત ચાવડા, પરેશ ધાનાણી, કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો સહીતના મહાનુભાવો આપશે હાજરી
શહેરમાં વાંક પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મવડી-પાળ રોડ પર આવેલ ક્રિષ્ના ગૌ શાળા ખાતે તા. ૧૭-૧૧-૧૮ થી ૨૩-૧૧-૨૦૧૮ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.
સપ્તાહમાં ગુજરાત રાજયનજા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, રાજયના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, કેબીનેટ કક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો ગુજરાત રાજયના આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે અને તેઓને ચકલીનો માળો, કચ્છી શાલ તેમજ શિલ્ડથી સન્માન કરવામાં આવશે.પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદિપાનિ વિઘાનિકેતન પોરબંરદથી પ્રશિક્ષિત પૂ. શ્યામભાઇ ઠાકર દ્વારા તા. ૧૭ થી ર૩ સુધી વ્યાસપીઠ પર બિરાજી પોતાની વાણી દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું ધર્મપ્રિય જનતાને રસપાન કરાવશે. તેમજ આ સપ્તાહમાં રાજકોટની સર્વ જ્ઞાતિને ભવ્ય આમંત્રણ પાઠવામાં આવી રહ્યું છે.
સપ્તાહ દરમિયાન બપોર અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન રાત્રીના વિવિધ કાર્યક્રમ યોજાશે. જેમાં દાંડીયારાસમાં જીજ્ઞેશભાઇ કવીરાજ, સંતવાણીમાં માયાભાઇ આહિર, દેવરાજભાઇ ગઢવી, વંદનાબેન દેવરાજભાઇ ગઢવી, જગમલભાઇ બારોડ, અનુભા ગઢવી, કુલદિપભાઇ ગઢવી, લાખાભાઇ કુંભરવાડિયા, તથા માતાજીના ગુણગાનમાં હિતેશાભાઇ રાવળ, જીતેષભાઇ રાવળ, ધર્મેશભાઇ રાવળ, ભરતભાઇ રાવળ તેમજ માતુશ્રી રાણબાઇમાં રાસ મંડળી (લાતીપુર) , શ્રીનાથજીની ઝાંખીમાં નિધીબેન ધોળકીયા, નીતીનભાઇ દેવકા, અમીબેન ગોસાઇ, તેજસભાઇ શિશાંગીયા તેમજ કલાકારો ઉ૫સ્થિત રહેશે.આ સિવાય લોધીકા તાલુકાના ૩૮ ગામોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ હાલાર પંથક, મોરબી-માળીયા, મચ્છુ કાંઠાના સમસ્ત આહિર સમાજ, આમરણ ચોવીસી તેમજ કાઠિયાવાડ રામોદ પંથક, તેમજ આહિર સમાજના ગામને જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યું છે.
રાજકોટના આ ઐતિહાસિક કાર્યક્રમ માટે ૧,૫૦,૦૦૦ ફુટથી વધુ નો ડોમ એરિયા બનાવવામાં આવ્યો છે. અહિયા રાજકોટમાં સૌ પ્રથમ વાર ગોવર્ધન પર્વતની કલાકૃતિ જોવા મળશે જેને બનાવવા માટે ઓરિસ્સા થી ખાસ કારીગરો આવ્યા છે. અંદાજીત ૧૫,૦૦૦ ફુટ એરીયામાં ર૦૦ થી વધુ મૂર્તિઓનું પ્રદર્શન થશે. નાના બાળકો ને રમવા માટે ખાસ પ્લે એરિયાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક મુલાકાતીઓને બેસવા માટે સોફાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આરામ થી આ પાવન પ્રસંગનો લાભ લઇ શકે.
આ સેવાકાર્યમાં ખાસ રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે. રસોઇ બનાવવા માટે રાજસ્થાન થી ૪૦૦ થી વધુ કારીગરો આવ્યા છે અને બધી જ રસોઇ ગેસ સ્ટવ ને બદલે ભારતીય શૈલી પ્રમાણે પરંપરાગત ચુલા પર બનાવવામાં આવશે જેમાંથી દૈનિક આશરે ૧૫,૦૦૦ થીવધુ લોકો પ્રસાદી નો લાભ લેશે.
તા. ૨૦-૧૧ ના રોજ કૃષ્ણ જન્મ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧પ૦ થી વધુ લોકો આહિર જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ પહેરીને તેની ઉજવણી કરશે તેમજ પરંપરા મુજબ રુકમણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.આ પર્વનો લાભ લેવા આવનાર મુલાકાતીઓ માટે મવડી ચોકડીથી કથા સ્થળ સુધીના પાંચ કિલોમીટર નો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેથી કોઇને અગવડ ના પડે અને વ્યવસ્થા જળવાઇ રહે.
શ્રીમદ ભાગવત સપ્તાહમાં પધારવા માટે મવડી નગર પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઇ રામસુરભાઇ વાંક, જીલુભાઇ રામસુરભાઇ વાંક, વોર્ડ નં.૧ર ના કોર્પોરેટર અને ગુજરાત આહિર (યાદવ) સમાજના યુવા પ્રમુખ વિજયભાઇ બાબુભાઇ વાંક, સ્વ. બટુકભાઇ વાંક, નિલેશભાઇ બટુકભાઇ વાંક, અર્જુનભાઇ વાંક, વિક્રમભાઇ વાંક, પ્રકાશભાઇ વાંક, નિલેશભાઇ વાંક, મયુરભાઇ વાંક તેમજ વાંક પરિવાર દ્વારા ધર્મપ્રિય જનતાને આમંત્રણ આપવામાં આવે છે. આ ઉપરાંત તા. ૮-૧૨-૧૮ ના રોજ ૧૧ મા-બાપ વગરની અનાથ દીકરીઓ ને વાંક પરિવાર દ્વારા કન્યાદાન આપવામાં આવશે.
પ્રથમ વખત શ્રોતાઓ માટે સોફામાં બેઠક વ્યવસ્થાવાંક પરિવાર આયોજીત ભવ્ય ભાગવત કથામાં શ્રોતાઓ માટે સોફાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ભાગવત સપ્તાહમાં આ પ્રકારની પ્રથમ વખત વ્યવસ્થા કરવામાં આવી છે. ઓછામાં ઓછા પ૦૦૦ શ્રઘ્ધાળુઓ સોફા પર બેસી કથા શ્રવણનો લાભ લઇ શકશે જેથી કોઇ પણ શ્રોતાને બેસવામાં અકળામણ થશે નહીં.