- વિરાણી હાઈસ્કૂલ મેદાનથી 500 ભાઈ-બહેનોની સાફા સાથે શોભાયાત્રા- રામ-સીતા, કૃષ્ણ, નૃસિંહ બનેલા બાળકોએ આકર્ષણ સર્જ્યું
- લોહાણા મહાજન આયોજિત શ્રીમદ ભાગવત કથામાં શ્રોતાઓ બન્યા કૃષ્ણમય
રાજકોટ લોહાણા મહાજન દ્વારા રેસકોર્સ મેદાન ખાતે કાલ થી 5 એપ્રિલ સુધી જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે કાલે બપોરે વિરાણી હાઇસ્કુલ મેદાન ખાતેથી વાજતે-ગાજતે કથાની પોથીયાત્રા નીકળી હતી. જેમાં 500થી વધુ લોકો માથા પર સાફો બાંધી બાઈક અને કારમાં નીકળ્યા હતા. આકરા તાપ વચ્ચે પણ પ્રભુની પોથીયાત્રાનો અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. અવનવા ફ્લોટ્સમાં ભાગવત સપ્તાહના પ્રસંગોને બાળકો દ્વારા જીવંત કરાયા હતા. બાળકો રામ, સીતા અને લક્ષ્મણ બન્યા હતાં તો ભગવાન કૃષ્ણ અને રાધા તેમજ નૃસિંહ અવતારના સાક્ષાત દર્શન થયા હતા. આ દરમિયાન વિન્ટેજ કારનું આકર્ષણ પણ જોવા મળ્યું હતું. રેસકોર્સ મેદાનમા યોજાનારી કથામાં દૈનિક 15,000 તો 7 દિવસમાં દોઢ લાખ લોકો કથાનું રસપાન કરે તેવો અંદાજ છે.
રાજકોટ લોહાણા મહાજન દ્વારા પ્રમુખ રાજુ પોબારુ અને નિશાંત ચોટાઈના માગેદશેન હેઠળ 108 ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ ઉપરથી જીજ્ઞેશ દાદા કથાનું રસપાન કરાવવાના છે. આ કથાનો હેતુ પિતૃઓના મોક્ષાર્થે અને સમગ્ર કલ્યાણ અર્થે રાખવામાં આવેલો છે. સમગ્ર રાજકોટ વાસીઓ પોતાના પિતૃઓના મોક્ષ માટે ભાગવત સપ્તાહમાં રસપાન કરવા માટે આવે તેનું આમંત્રણ આપું છું.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં 30 માર્ચથી 5 એપ્રીલ સુઘી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3થી 7 દરમિયાન જીગ્નેશ દાદાના વ્યાસાસનેથી ભક્તો કથાનું રસપાન કરી શકશે. દરરોજ અંદાજે 15000 જેટલા લોકો મહાપ્રસાદ ગ્રહણ કરશે. 10 દિવસ દરમિયાન અંદાજે દોઢ લાખ લોકો કથાનો લાભ લેશે.
કાલે બપોરે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી અવનવા ફ્લોટ્સ અને કાર સાથે પોથીયાત્રા નીકળી હતી, જેની રેસકોર્સ મેદાન ખાતે પૂર્ણાહુતિ થઈ છે.
ભાગવત સપ્તાહનો કાલ પ્રારંભ થયો છે. 5 એપ્રિલ સુધી આ કથા ચાલશે અને દરરોજ કથાના રસપાન બાદ મહાપ્રસાદ અને તે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. હાલ 8500 લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડશે તો 15000 જેટલા લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. અહીં તમામ લોકો માટે ખુરશીની વ્યવસ્થા છે,