છાયાબા ઝાલાની પ્રમુખપદે અને જયદીપ ખાચરની ઉપપ્રમુખપદે વરણી
ચોટીલા માં બીજા ટર્મ માં પ્રમુખ અને ઉઓ પ્રમુખ ની ચૂંટણી યોજાતા ભાજપે ભગવો લહેરાવ્યો હતો.
ચોટીલા માં મધ્યસ્થ વોર્ડ.૫ ની પેટાચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપે જીત હાંસલ કરી પોતાના ૧૨ સભ્યો ની પેનલ બનાવી.અને કોંગ્રેસ ની ૧૩ સભ્યો ની પેનલ માંથી એક સભ્યે રાજીનામુ આપીને ૧૨ સભ્યો રહેતા સતાનું સુકાન કોંગ્રેસ પાસે હતું.પરંતુ આજે ટર્મ પુરી થતા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ. જેમાં ધ્રાંગધ્રા પ્રાત:અધિકારી પ્રજ્ઞાબેન મોણપરા ના અધ્યક્ષસ્થાને ધ્રાંગધ્રા નાયબ મામલતદાર વાધેલા, ચોટીલા મામલતદાર એ.સી.રાઠોડ,ચોટીલા પાલિકા ચીફ ઓફિસર.ધાડવી ની હાજરી માં કોંગ્રેસ ના ચાર સભ્યો ગેર હાજર રહેતા ભાજપની જીત જાહેર કરેલ હતી.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના પ્રમુખ દિલીપભાઈ પટેલ જણાવ્યું હતું કે ચોટીલા માં ભાજપના છાયાબા શક્તિસિંહ ઝાલા પ્રમુખ અને જયદીપભાઈ જોરુભાઈ ખાચર ઉપપ્રમુખ તરિકે ચુએ આવેલાને અભિનંદન પાઠવ્યા હતા.અને હવે ચોટીલા શહેરનો સર્વાંગી વિકાસ થાશે. અને તેઓએ વધુમાં જણાવ્યું હતુંકે કોંગ્રેસ ના ચાર સભ્યો નું સમર્થન મળતા ભાજપે જીત હાંસલ કરેલછે.
ચોટીલા શહેર કોગ્રેસ ના પ્રમુખ અજય સામન્ડે જણાવ્યું હતું કે ચોટીલા પાલિકા ૧૨ સભ્યો ચૂંટાઈ ને આવ્યા છે તેમાંથી ચાર સભ્યો માં વોર્ડન.૬ ના ત્રણ માં સંજયભાઈ કણસાગરા, ભાનુંબેન મકવાણા,જનુબેન ધોરીયા તેમજ વોર્ડ ૧ માંથી દેહાભાઈ ચૌહાણે ભાજપ ને સમર્થન આપેલ હોવાથી આજરોજ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા આવ્યા છે અને આગામી દિવસો માં પક્ષમાં તેઓનું સભ્યપદ પણ રદ કરવામાં આવશે.અને વધુમાં જણાવ્યું હતુંકે ભાજપે પોતાના જીત માટે સયાની લાલચ આપી શામ દામ અને દંડ ની નીતિ અપનાવીને સ્ત હાંસલ કરેલ છે.
અને જિલ્લા ભાજપ ના પ્રમુખે ચૂંટાઈને આવેલ પ્રમુખ અંર ઉપ પ્રમુખ તેમજ ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ ને અભિનંદન પણ આપ્યા હતા.